GSTV
Home » News » CAA: 154 દિગ્ગજ હસ્તીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, વિરોધ પ્રદર્શન પર થોડુંક ધ્યાન આપો

CAA: 154 દિગ્ગજ હસ્તીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, વિરોધ પ્રદર્શન પર થોડુંક ધ્યાન આપો

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે દેશના 154 ભૂતપૂર્વ જજ અને અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. પૂર્વ જજ અને અધિકારીઓએ CAA વિરુદ્ધ પ્રદર્શનના નામ પર હિંસા કરવાવાળા લોકો પર કાર્યવાહી કરવામાં આવે. આ 154 દિગ્ગજોમાં પૂર્વ જજ, સિવિલ સેવા સાથે જોડાયેલા અધિકારીઓ, રક્ષા અધિકારીઓ સહિતના અધિકારીઓ સામેલ છે.

તેમણે રાષ્ટ્રપતિ કોવિંદને લોકતાંત્રિક સંસ્થાઓની રક્ષા કરવા આવા ઉપદ્રવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અપીલ કરી છે.આ 154 દિગ્ગજોના પ્રતિનિધિમંડળની આગેવાની પૂર્વ જજ અને CATના પૂર્વ ચેરમેન પ્રમોદ કોહલી કરી રહ્યા છે. પ્રમોદ કોહલીએ આરોપ લગાવ્યો છે કે, નાગરિકતા સંશોધન અધિનિયમ વિરુદ્ધ પ્રદર્શનના રાજકીય પરિબળોએ તેને વધારે ઉકસાવ્યું છે.

આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે જે સીએએનો કાયદો લાવ્યા છે, તેના વિરુદ્ધમાં દેશભરમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, યુપી અને પશ્ચિમ બંગાળ તથા રાજધાની દિલ્હીમાં તો હાલમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનોમાં લોકોને જીવ ખોવાનો પણ વારો આવ્યો છે. યુપીમાં તો કલમ 144નું ઉલ્લંઘન કરવા પર 1200 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

શાહીનબાગના પ્રદર્શનકારીએ એક રસ્તો ખોલી આપ્યો, દિલ્હી પોલીસ ઉંઘતી ઝડપાઈ

Pravin Makwana

‘કભી ખુશી કભી ગમ’ સોનાના ખજાના પર ઝેરીલા સાંપોની પહેરેદારી, સોનભદ્રમાં કેવી રીતે થશે ખોદકામ

Ankita Trada

સોનભદ્રમાં તો સોનામાં સુગંધ ભળી, સોનાના ભંડાર બાદ અન્ય એક ખજાનો પણ મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!