GSTV
Gujarat Government Advertisement

એર ઈન્ડિયા ઘણા વર્ષો બાદ અમદાવાદ એરપોર્ટથી મદિના માટે ફલાઈટનું આયોજન, પણ આવી રહી છે અડચણો

Last Updated on July 17, 2019 by

એર ઇન્ડિયા ઘણા વર્ષો બાદ અમદાવાદ એરપોર્ટ પરથી હજ-મદીનાની પ્રથમ ફલાઇટ ઓપરેટ કરવા જઇ રહી છે ત્યાં આજે 6:45 કલાકે વાગે ફલાઇટ આકાશમાં હતી ત્યાં જ અચાનક યાંત્રિક ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન અન્ય ફલાઇટને એટીસીએ ક્લીયરન્સ આપ્યું ન હતું.

જો કે આ ફલાઇટ મદીનાથી ફક્ત ક્રુ મેમ્બર સાથે અમદાવાદ આવી રહી હતી જેના કારણે એરપોર્ટ પર ફરી એક વખત દુર્ઘટના ટળી હતી. એર ઇન્ડિયાની મદીનાની આવી રહેલી ફલાઇટ સાંજે પોણા સાત અમદાવાદ એરપોર્ટના રડારમાં હતી અને રન-વે પર સુરક્ષીત લેન્ડ થાય તે પહેલા જ પાયલોટને ફલાઇટના આગળના હાઇડ્રોલીક સિસ્ટમમાં ખામી જણાતા તાકીદે એર ટ્રાફિક કન્ટ્રોલ (એટીસી) નો સંપર્ક કર્યો હતો.

દરમિયાનમાં એટીસીએ તાકીદે ક્લીયરન્સ આપી દેતા ફલાઇટનું હેવી લેન્ડીંગ કરવામાં આવ્યુ હતું. જો કે સદનસીબે આ ફલાઇટ બુધવારે સવારે આઠ વાગે પ્રથમ ટેકઓફ મદીના માટે થવાની હોવાથી તેમાં ફક્ત ક્રુ મેમ્બર સિવાય કોઇ પ્રવાસીઓ સવાર ન હતા. જો કે આવા કિસ્સામાં ફલાઇટ રન-વે પરથી નીચે ઉતરી જવાનો પણ ભય રહે છે.

જો કે આ ઘટનામાં આવુ કશુ બન્યુ ન હતું. આ ફલાઇટને પાયલોટે સમયસુચકતા વાપરી સુરક્ષીત લેન્ડીંગ કરાવી પાર્કીંગમાં લઇ જવામાં આવી હતી આ દરમિયાન એરલાઇન્સ કંપનીએ ટેકનીશીયનોને જાણ કરી દીધી હતી. મહત્વનું એ છે કે હજ કમિટીમાં દ્વારા મુસ્લીમ બિરાદરોને હજ માટે લઇ જવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે જે ટેન્ડર એર ઇન્ડિયાને ઘણા વર્ષો બાદ મળ્યુ છે.

આમ એર ઇન્ડિયાએ છેલ્લે અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ 2012-13માં હજની ફલાઇટ ઓપરેટ કરી હતી હવે સાત વર્ષ બાદ ફરીથી ટેકઓફ કરશે. બુધવારે સવારે આઠ વાગે પ્રથમ ફલાઇટ રવાના થવાની હતી ત્યાં જ લેટ લતીફ એર ઇન્ડિયાની ફલાઇટમાં આજે ટેકનીકલ ખામી સર્જાતા મુસાફરોની સુરક્ષા સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana

સર્વપક્ષીય બેઠક/ PM મોદીએ કાશ્મીરી નેતાઓને કહ્યું – હું દિલ્હી અને દિલ વચ્ચેનું અંતર ખતમ કરવા માંગુ છું

Damini Patel

ખેડૂતોને લૂંટો: કપાસમાં હલકી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ, સરકારે ભાવ ઘટાડવાને બદલે ખાતરની થેલીનું વજન ઘટાડી નાખ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!