GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સીએમ વિજય રૂપાણીના હેલિકોપ્ટરનું જેતપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

સીએમ વિજય રૂપાણીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ખરાબ હવામાનને કારણે જેતપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. રૂપાણીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. તેમણે વરસાદથી અતિ પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સના હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે પૂરની સ્થિતિ અને વરસાદે સર્જેલી પરિસ્થિતિ નિહાળી તાગ મેળવ્યો હતો. તેમની સાથે મુખ્ય સચિવ ડો.જે. એન. સિંહ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા છે.

સીએમ ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તંત્ર સાથે બેઠક કરીને અતિવૃષ્ટિથી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરશે તેમજ બચાવ રાહત કાર્યોનું માર્ગદર્શન કરી રહ્યા છે. દરમ્યાન આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠક પણ રદ કરવામાં આવી છે. પ્રધાનો વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં હોવાથી કેબિનેટ બેઠક રદ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણી સવારે ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે જવા રવાના થયા છે પરંતુ કેશોદમાં વરસાદને કારણે ઉતરાણ ન થઈ શકતા ગાંધીનગર પરત આવ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હેલીકોપ્ટર ખરાબ હવામાનને કારણે જૂનાગઢમાં ઉતરે તેમ ન હોવાથી જેતપુરના બીજ નિગમના મેદાનમાં હેલીકોપ્ટર ઉતારી મુખ્યમંત્રી વાહન માર્ગે જૂનાગઢ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેવા નીકળ્યા છે.

Related posts

BIG NEWS: અશોક ગહેલોત સરકાર ગબડાવાનું ષડયંત્ર, ભાજપના બે નેતાઓની પૂછપરછ બાદ ધરપકડ

Mansi Patel

રાજકોટના 22 ડેમો થયા ઓવરફ્લો, 32 હાઈએલર્ટ સ્થિતિમાં

Arohi

મોદી સરકારને લપડાક, RBI ના ગર્વનરે સ્વીકાર્યું કે 100 વર્ષમાં અર્થતંત્રની સૌથી ગંભીર સ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!