GSTV
Gujarat Government Advertisement

ચિલિમાં સેનાએ સંભાળી ગાદી, આ કારણે રાષ્ટ્રપતિએ આપાતકાળની કરી જાહેરાત

Last Updated on October 19, 2019 by Mansi Patel

ચિલિ ના રાષ્ટ્રપતીએ દેશની રાજધાની સૈંટિયાગોમા આપાતકાલની જાહેરાત કરીને સુરક્ષાની બધી જવાબદારી સેનાને સોપી દિધી છે. મેટ્રો ના ભાડામા વધારો કરાતા હિંસક વિરોધ પ્રદર્શન થયુ હતુ. જેના એક દિવસ પછી તેમણે આ પગલુ લીધુ હતુ.

રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરાએ કહ્યુ કે મે આપાતકાલની જાહેરાત કરી દીધી છે અને અમારા દેશના આપાતકાલીન કાયદાના પ્રાવધાન મુજબ, મેજર જનરલ જેવિયર ઈટુરિયાગા ડેલ કૈંપોને રાષ્ટ્રીય રક્ષા પ્રમુખ નિયુક્ત કરવામા આવ્યા છે.

શુક્રવારે શહેરના અનેક વિસ્તારોમાં વિરોધી રમખાણમા પોલીસ સાથે અથડામણ થઈ હતી અને કેટલાક સ્ટેશનો પર થયેલા હુમલાને પગલે મેટ્રો સર્વિસ બંધ કરાઈ હતી. પીનેરાએ અંધાધૂંધી ફેલાવવા બદલ વિરોધકારોની નિંદા કરી હતી.

તેમણે એક રેડિયો ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દરેક વસ્તુને નુકસાન પહોંચાડવાની આ ઇચ્છા વિરોધ નથી પરંતુ ગુનો છે. ગુરુવારે, મેટ્રો સ્ટેશનોને નુકસાન પહોંચાડવાના આરોપમાં 133 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!