GSTV
Home » News » રાજકીય હિત માટે કરાઇ લોકતંત્રની હત્યા, ઇમરજન્સીના બહાને કોંગ્રેસ પર મોદી-શાહના આકરા પ્રહાર

રાજકીય હિત માટે કરાઇ લોકતંત્રની હત્યા, ઇમરજન્સીના બહાને કોંગ્રેસ પર મોદી-શાહના આકરા પ્રહાર

દેશના લોકતંત્રમાં કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવતી ઇમરજન્સીને આજે 44 વર્ષ પૂર્ણ થયા છે. 25 જૂન 1975ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીએ ઇમરજન્સીની ઘોષણા કરી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા અને મોદી સરકારમાં મંત્રી સૌકોઇ આજે પોતાનો અભિપ્રાય રજૂ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો ક્લિપ પોસ્ટ કરીને ઇમરજન્સીને યાદ કરી તો સાથે જ ગૃહ મંત્રી અમિત શાહે લખ્યું કે આજના જ દિવે રાજકીય હિતો માટે લોકતંત્રની હત્યા કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને લખ્યું કે આ દિવસને દેશ સંસ્થાની અખંડિતતા યથાવત રાખવાના રૂપમાં યાદ રાખે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો પોસ્ટ કરીને ઇમરજન્સીના કાલખંડને યાદ કર્યો. તેમાં સંસદમાં આપવામાં આવેલા પીએમના ભાષણનો હિસ્સો પણ દર્શાવવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે  પણ આ અંગે ટ્વિટ કર્યુ. તેમણે લખ્યું કે 1975માં આજના જ દિવસે માત્ર પોતાના રાજકીય હિતો માટે દેશના લોકતંત્રની હત્યા કરવામાં આવી. દેશવાસીઓ પાસેથી તેમના મૂળભૂત અધિકાર ઝૂંટવી લેવામાં આવ્યાં, અખબારોને તાળા લગાવી દેવામાં આવ્યાં. લાખો રાષ્ટ્રભક્તોએ લોકતંત્રને પુનર્સ્થાપિત કરવા માટે અનેક યાતનાઓ સહન કરી, હું તે તમામ સેનાનીઓને નમન કરુ છું.

સાથે જ રાજનાથ સિંહે ટ્વિટ કર્યુ, 25 જૂન, 1975ના રોજ ઇમરજન્સીની ઘોષણા અને તે બાદની ઘટનાઓ, ભારતના ઇતિહાસના સૌથી ગંભીર અધ્યાયોમાંથી એક રૂપે ચિહ્નિત છે. આ દિવસે, આપણે ભારતના લોકોએ હંમેશા પોતાની સંસ્થાઓ અને બંધારણની અખંડતાને જાળવી રાખવાના મહત્વને યાદ રાખવું જોઇએ.

રક્ષા મંત્રી ઉપરાંત મોદી સરકારના અનેક અન્ય મંત્રીઓએ પણ તેને લઇને ટ્વિટ કર્યુ. કેન્દ્રી ખેલ મંત્રી કિરણ રિજીજૂએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યુ, આજે અડધી રાતે હું મારે સમય સ્વતંત્રતા માટે સમર્પિત કરીશ કારણ કે 25 જૂન 1975ની અડધી રાતે ભારતમાં ઇમરજન્સી લાદવામાં આવી હતી તથા લોકતંત્રની હત્યા તે જ ક્ષણે થઇ હતી. રિજીજૂએ આ ટ્વિટમાં તે સમયના અખબારની એક તસવીર પણ શેર કરી છે.

રિજીજૂએ લખ્યું કે આ દિવસ ભારતીય લોકતંત્રમાં કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ સરકારે બંધારણને બાજુએ મુકતાં રાજકીય વિરોધીઓને જેલભેગા કરી દીધાં. મીડિયા પર દબાણ કરવામાં આવ્યું અને જજો પર પણ અત્યાચાર કરવામાં આવ્યો.

Read Also

Related posts

એર ઈન્ડિયા પર 80 હજાર કરોડનું દેવું, મોદી સરકારનો ફરી વેચવાનો પ્રયાસ

Mayur

ઓસ્ટ્રેલિયામાં આવી નવી મુસીબત: પહેલાં આગ હવે આ ખતરનાક કરોળિયો, 15 જ મિનિટમાં લઈ લે છે જીવ

Mansi Patel

મોદી સરકારમાં દેશના ટોપ 7 સેક્ટરમાં 3.6 કરોડ લોકોએ ગુમાવી નોકરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!