GSTV

ગંદા પિકચર પ્રોજેક્ટ ‘ખ્વાબ’ નો ઈમેલથી થયો ઘટસ્ફોટઃ કેમેરા ગોઠવણથી લાઈવ સ્ટ્રીમિંગના 10 મુદ્દાઓ, બોલ્ડ અને ન્યૂડ સીનનો ભાંડો ફૂટ્યો

રાજ

Last Updated on July 23, 2021 by Harshad Patel

અશ્લિસ ગંદી ફિલ્મ કેસમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. રાજ કુંદ્રાના અલગ અલગ કારનામાં બહાર આવી રહ્યાં છે. રાજ કુંદ્રાના એક ઇમેઇલ દ્વારા ગંદા પિકચર પ્રોજેક્ટ ‘ખ્વાબ’ નો ખુલાસો કરવામાં આવ્યો છે, જેના દ્વારા પોર્નની લાઇવ સ્ટ્રીમિંગની સંપૂર્ણ યોજના કરવામાં આવી હતી. આ માટે એક રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી જેમાં 10 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

રાજ

અભિનેત્રીને કેવી રીતે બોલ્ડ અને નગ્ન રહેવું

14 ઓગસ્ટ, 2020 ના રોજ સાંજે 5.25 કલાકે પારસ રંધાવા અને જ્યોતિ ઠાકુર નામના બે લોકોને એક ઇમેઇલ મોકલવામાં આવ્યો છે. ઈમેઈલમાં હોટશોટના કન્ટેન્ટ હેડ દ્વારા લખેલા વર્ણનમાં પ્રોજેક્ટ ‘ખ્વાબ’ વિશે તબક્કાવાર માહિતી આપવામાં આવી છે. તેને કેવી રીતે શૂટ કરવામાં આવશે? કયા ખૂણા પર કેમેરો હશે, જેથી લાઇવ સ્ટ્રીમિંગ કરનારા કલાકારને મહત્તમ બતાવી શકે. ઓટીટી પ્લેટફોર્મના ગ્રાહકને વધારી શકાય. આ બધી માહિતી ઇમેઇલમાં આપવામાં આવી છે. આ સાથે અભિનેત્રીને કેવી રીતે બોલ્ડ અને નગ્ન રહેવાનું છે, તે પણ ઇમેઇલમાં જણાવાયું છે.

વીડિયો ગમે તો 3 લાખ રૂપિયામાં ખરીદશે અન્યતા બીજે વેચવા સ્વતંત્ર

જો વીડિયો Hotshot ડિજિટલ ટીમને પોતાની એપ માટે યોગ્ય લાગશે તો તે ખરીદી લેશે જેના માટે 3 લાખ રૂપિયા આપશે. એ સાથે જ તમામ રાઇટ્સ તથા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પણ HotShot Digitalની પાસે જ રહેશે. જો વીડિયો સિનિયર ટીમને ના ગમે તો તમે બીજે ક્યાંય વેચવા માટે સ્વતંત્ર છો.

પ્રોજેક્ટ અંગે ઇમેલમાં મોકલેલી માહિતી

  1. ફાઇનલ મૂવી MP4માં રહેશે.
  2. પોટ્રેટ પોસ્ટ અલગ અલગ સાઇઝમાં હશે.
  3. સો.મીડિયા માટે અલગ બોલ્ડ પોસ્ટર સાથે કેટલાંક સામાન્ય પોસ્ટર રહેશે.
  4. લેન્ડસ્કેપ પોસ્ટર પણ હશે.
  5. 15 સેકન્ડનું સામાન્ય ટીઝર પહેલા રહેશે.
  6. એક 60-90 સેકન્ડનું બોલ્ડ ટ્રેલરને એપ પર અપલોડ કરવામાં આવશે.
  7. સો.મીડિયા માટે 60-90 સેકન્ડનું નોન બોલ્ડ ટ્રેલર પણ રહેશે.
  8. 2થી 3 મિનિટનું નોન બોલ્ડ વીડિયો, ગીતો બતાવવામાં આવશે.
  9. કેમેરા – રેડ ડ્રેગન વાપરવામાં આવશે.
  10. ઓડિયો – સ્ટ્રીરિયો

મેઈલમાં આ શરતોનો થયો ખુલાસો

શૂટિંગ પહેલાં ફીમેલે પૂરી પ્રોફાઇલ HotShot ટીમને મોકલવાની રહેશે. HotShot ટીમના અપ્રૂવલ બાદ જ શૂટિંગ થશે. આર્ટિસ્ટની સો.મીડિયા પર સ્ટ્રોંગ પેઝન્સ હોવી જોઈએ. તે સ્વૈચ્છાએ બોલ્ડ સીન (ટોપલેસ અને ફુલ બેક ન્યૂડ) માટે તૈયાર હોવી જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

Bansari

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!