GSTV
Home » News » પુલવામા બાદ ગુજરાતમાં એલર્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારાઈ

પુલવામા બાદ ગુજરાતમાં એલર્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારાઈ

જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફના જવાનોના કાફિલા પર પુલવામા થયેલા આત્મઘાતી હુમલા બાદ હવે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સે ગુજરાતમાં પણ આતંકી હુમલાનો ઈનપુટ આપ્યો છે. જે વિશે ગુજરાત પોલીસને માહિતી આપી દેવામાં આવી છે. ગુજરાત પોલીસને ઈન્ટેલિજન્સ એજન્સીથી મળેલા ઈનપૂટ અનુસાર રાજ્યના મહત્વપૂર્ણ ઠેકાણાઓ પર આતંકી હુમલાઓ થઈ શકે છે. જેના કારણે રેલવે સ્ટેશન, ગુજરાત કોસ્ટલ બોર્ડર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધાર્મિક સ્થળો અને થીએટરોની સુરક્ષા વધારવામાં આવી છે. સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ને બે આતંકી મલ્ટીપલ બોબ બ્લાસ્ટ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ધ્વસ્ત કરી તેવું આઈબીનું એલર્ટ છે. જેને એલર્ટના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરાયો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પુલવામાં આંતકી હુમલાના પગલે દેશભરમાં અને ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવેલું છે.

પુલવામા હુમલામાં ગુરૂવારે 40 જેટલા જવાનો શહીદ થયા હતા. એ પછી ઈન્ટેલિજન્સ એજન્સીઓને દેશના મુખ્ય શહેરોમાં આતંકી હુમલાનું એલર્ટ મળ્યું હતું. હુમલાના એક દિવસ બાદ એટલે કે 15 જાન્યુઆરીના રોજ દિલ્હી પોલીસને પણ આ હુમલાના ઈનપૂટ આપવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસને મળેલા ઈનપૂટના પ્રમાણે હવે આતંકીઓ કાશ્મીર બાદ દિલ્હી અને ઉત્તર પ્રદેશ તરફ આવી શકે છે. પોલીસને મળેલા ઈનપૂટથી આતંકિ પશ્ચિમી ઉત્તર પ્રદેશના હથિયાર તસ્કરોથી હથિયાર ખરીદી રહ્યા હતા. પોલીસનો દાવો છે કે કેટલાક લોકો હથિયાર ખરીદીને જમ્મુ જઈ રહ્યા હતા જેની પોલીસે ધરપકડ કરી હતી. જે ખુલાસો આજ લોકોને પૂછતી વેળાએ થયો છે. પોલીસનું કહેવું છે કે, આ લોકો અમરોહીથી હથિયાર ખરીદીને કાશ્મીર જઈ રહ્યા હતા.

આ પહેલા પુલવામા હુમલાને લઈને કાશ્મીર પોલીસને 8 ફેબ્રુઆરીના રોજ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યની પોલીસે તેને સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી, એસએસબી અને અર્ધસૈનિક બળોની સાથે સેના અને વાયુસેનાના અધિકારીઓને એલર્ટ વિશે જણાવ્યું હતું. આ એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આતંકી સુરક્ષાબળો પર રસ્તામાં જ હુમલો કરી શકે છે. એટલું જ નહીં એ પણ કહેવામાં આવ્યું હતું કે હુમલો આઈઈડી ધમાકાઓથી કરવામાં આવી શકે છે. આ તમામ દળોને પહેલાથી જાણકારી આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!