GSTV

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Last Updated on June 22, 2021 by Harshad Patel

બનાવટી કોલ અથવા છેતરપિંડીની સ્થિતિમાં તમને ખબર નથી હોતી કે આ કોલ કયાંથી આવ્યો અને કોણે કર્યો છે. આવા લોકો ઘણીવાર કોઈ બીજાના સિમનો ઉપયોગ કરે છે. કેટલીકવાર એવું થઈ શકે છે કે કોઈ તમારા સિમનો ઉપયોગ કરી રહ્યું હોય પરંતુ તમને ખબર પણ નથી હોતી. આ બાબતને ધ્યાનમાં રાખીને, ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ સક્રિય થઈ ગયો છે. ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના પોર્ટલ પરથી, તમે જાણી શકો છો કે કોઈએ તમારા નામે સિમ જારી કર્યું નથી.

એક આઈડી પર વધુમાં વધુ 9 સિમકાર્ડ આપવામાં આવે

તમારે જાણકારી મેળવવા માટે tafcop.dgtelecom.gov.in સાઈટ પર જવું પડશે. જણાવી દઈએ કે એક આઈડી પર વધુમાં વધુ 9 સિમકાર્ડ આપવામાં આવે છે. જો તમને લાગે કે તમારા આઈડી પર બનાવટી નંબરો ચાલે છે, તો તે નંબર સરકારી પોર્ટલની મદદથી બ્લોક કરી શકાય છે.

આ પ્રક્રિયા થકી સીમ બ્લોક કરાવી શકશો

  • જો તમારો સિમ બીજા કોઈ દ્વારા ઉપયોગમાં લેવાયો નથી, તો આ માટે તમારે પહેલા https://tafcop.dgtelecom.gov.in/alert.php ખોલવું પડશે.
  • લોગિન કર્યા પછી તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
  • જે પછીથી તમને એક ઓટીપી મળશે જેને એન્ટર કરો.
  • આ પછી તમને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનનો મેસેજ મળશે.
  • આ મેસેજમાં તમને જાણકારી મળશે કે આ નંબર સાથે કેટલા સક્રિય કનેક્શન છે.
  • યુઝર્સ આ સરકારી પોર્ટલ પર બનાવટી નંબરો વિશે ફરિયાદ કરી શકશે.
  • સરકાર તમારા આપેલા ફર્જી – નકલી નંબરની તપાસ કરશે.
  • -તમે બ્લોક કરવાની રિક્વેસ્ટ પણ રજૂ કરી શકો છો.

ટ્રુ કોલરનો ઉપયોગ કરો

જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે, તો તમે તે કોલ કરનારનું નામ જોઈ શકે છે તે શોધવા માટે સુવિધા આપવામાં આવશે. આ માટે ઘણા લોકો પ્રખ્યાત એપ્લિકેશન ટ્રુ કોલરનો ઉપયોગ કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!