GSTV
Gujarat Government Advertisement

સ્પેસએક્સના સૌથી વિશાળ રોકેટેનું પ્રથમ ટેસ્ટમાં સફળ લેન્ડિંગ, ત્યાર પછી થોડા સમયમાં થઇ ગયો બ્લાસ્ટ

રોકેટે

Last Updated on March 4, 2021 by Mansi Patel

એલન મસ્કની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશન (સ્પેસએક્સ)ના નવા અને સૌથી વિશાળ રોકેટે પોતાની ત્રીજી ટેસ્ટ ફ્લાઈટમાં પ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું હતું. જો કે થોડી વાર બાદ તેમાં વિસ્ફોટ થયો હતો અને આગ લાગી ગઈ હતી. હકીકતે સ્પેસએક્સના સ્પેસક્રાફ્ટ સ્ટારશિપ એસએન10ને સાંજે 5:15 કલાકે બોલા ચિકા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ તેનો એક વીડિયો પોતાની વેબસાઈટ પર જાહેર કર્યો છે.

લેન્ડિંગ બાદ તરત જ થયો વિસ્ફોટ

વેબસાઈટના અહેવાલ પ્રમાણે રોકેટે લેન્ડ પેડને અડતા પહેલા 10 કિમી સુધીની ઉડાન ભરી હતી. લેન્ડિંગ બાદ તરત જ રોકેટમાં વિસ્ફોટ થઈ ગયો હતો અને તે આગની લપેટોમાં ઘેરાઈ ગયું હતું. આગ લાગતા પહેલા રોકેટ પોતાના 3 પ્રયત્નોમાં પહેલી વખત સફળ લેન્ડિંગ સાથે એક મહત્વના પડાવ પર પહોંચ્યું છે.

સ્પેસ ટ્રાવેલની દિશા તરફ મહત્વનું પગલું

આ રોકેટનું સફળ લેન્ડિંગ સ્પેસ ટ્રાવેલની દિશાનું મહત્વનું પગલું છે. આ સફળતા સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક 2023 સુધીમાં 12 લોકોને ચંદ્ર પર મોકલવા માંગે છે તે દિશાનું મહત્વનું પગલું છે.

તે સિવાય તેમની યોજનામાં નાસાના અંતરિક્ષયાત્રીઓને ચંદ્રની સપાટી પર પહોંચાડવા અને પછી મંગળ પર મોકલવાનો પણ સમાવેશ થાય છે. હાલ કંપની પોતાની પ્રથમ કક્ષીય ઉડાન માટે સ્ટારશિપ તૈયાર કરવાનું કામ કરી રહી છે જે આ વર્ષના અંતમાં પૂર્ણ થાય તેવી આશંકા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Dhruv Brahmbhatt

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

MLA નૌશાદ સોલંકીએ બળાપો ઠાલવતા કહ્યું, ‘સુરેન્દ્રનગરની એક પણ હોસ્પિટલમાં વેન્ટિલેટર નથી’, શેર કરી દર્દનાક તસવીર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!