વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક સ્પેસ સાઈન્સ અને ઈલેક્ટ્રિટી મોબિલિટીના ક્ષેત્રમાં ધમાકો કર્યા બાદ હવે ટેલિકોમ વર્લ્ડમાં ધમાકો કરવાની યોજના બનાવી રહ્યાં છે. તેઓ સંપૂર્ણ વિશ્વમાં સેટેલાઈટ ઈન્ટરનેટના માધ્યમથી નવું માર્કેટ તૈયાર કરશે. મસ્કની કંપનીનું નામ Starlink (સ્ટારલિંક) છે, જે સેટેલાઈટ ઈન્ટરનેટ બિઝનેસમાં છે.
એક રિપોર્ટ અનુસાર, એલન મસ્કે સ્પેસ ટેકનોલોજી કાર્યક્રમ હેઠળ અત્યારસુધી 1000 સેટેલાઈટ સ્પેસમાં લૉન્ચ કર્યા છે. આ તમામ સેટેલાઈટ સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસ માટે કામ કરે છે. કંપનીને અમેરિકા, યુકે, કેનેડામાં ગ્રાહકો પણ મળવા લાગ્યા છે. આ જ કારણે મસ્ક 1 ટ્રિલિયન ડૉલર એટલે કે 1 લાખ કરોડ ડૉલર (અંદાજે 75 લાખ કરોડ રૂપિયા)ના માર્કેટમાં પોતાનું સ્થાન બનાવવા માટે તૈયારી કરી રહ્યાં છે. આગામી દિવસોમાં સ્ટારલિંકની સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ ઈન-ફ્લાઈટ ઈન્ટરનેટ, મેરીટાઈમ અને ચીન-ભારતના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ઉપલબ્ધ થશે.
આ 2 રીતે ઈન્ટરનેટ સેવાઓ મળે છે
આપણે જાણીએ છીએ કે, દેશમાં હાલ 4G નેટવર્ક છે. ઘણી ઝડપે આપણે 5G તરફ આગળ વધી રહ્યાં છીએ. જો વાત ઈન્ટરનેટની કરીએ તો આ કામ 2 રીતે ઉપલબ્ધ છે. પ્રથમ મોબાઈલ ઈન્ટરનેટ અને બીજું બ્રોડબેન્ડ સર્વિસ. મોબાઈલ ઈન્ટરનેટ સેટેલાઈટ આધારિત સેવા છે, જ્યારે બ્રોડબેન્ટ હેઠળ ઓપ્ટિકલ ફાઈબરની જાળ બિછાવવામાં આવે છે. આ પ્રક્રિયા મુશ્કેલ અને મોંઘી પણ છે, પરંતુ ઈન્ટરનેટ સ્પીડ તેમાં સૌથી વધારે મળે છે.

આગામી દિવસોમાં ભારતમાં સસ્તુ થઈ શકે છે ઈન્ટરનેટ
ભારત જેવા વિશાળ દેશમાં 5Gની વાત તો દૂર રહીં ગ્રામીણ વિસ્તારો ખાસ કરીને પહાડી અને અંતરિયાળ ક્ષેત્રે આવેલા ગામોમાં 2G ઈન્ટરનેટની સેવા માંડ ઉપલબ્ધ થાય છે. દેશમાં હજુપણ 30 કરોડ લોકો 2G સેવા વાપરે છે. ત્યાં ફાબઈર ઓપ્ટિકલના વિકલ્પ થકી ઈન્ટરનેટ પહોંચાડવું વધુ મોંઘુ પડે તેમ છે. આ સાથે આવા વિસ્તારોમાં મોબાઈલ ટાવર લગાવવા પણ મુશ્કેલ છે. મસ્કની સ્ટારલિંકની મદદથી આવા વિસ્તારોને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સેવાઓ પહોંચાડી શકાય છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં સ્ટારલિંક 99 ડૉલરમાં દરમહિને હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા આપે છે. જોકે તે માટે 499 ડૉલરની સ્ટારલિંક કિટ લગાવવી પડે છે.
હાલ આ સ્થળોએ નથી ઈન્ટરનેટ સેવા
મેરીટાઈમ- જો તમે સમુદ્રમાં પ્રવાસ કરતા હોવ તો તમને ત્યાં ભાગ્યે જ ઈન્ટરનેટ સેવા મળતી હશે. જો મળે તો તેની માટે મોંઘી કિંમત આપવી પડે છે. આવા સ્થળો ફ્રિકવન્સી એરિયાની બહાર હોવાથી કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓ મળતી નથી. સરકાર દરવર્ષે કરોડો રૂપિયા મરીન સર્વિસને ઈન્ટરનેટ અને કોલિંગ સેવા ઉપલબ્ધ કરાવવા ખર્ચે છે. આ જ રીતે ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન પણ ઈન્ટરનેટ એક્સેસ મળતું નથી. જો કોઈ એરલાઈન્સ આ સેવા આપતી હોય તો ટિકિટનો ભાવ વધારે હોય છે. પહાડી વિસ્તારમાં નેટવર્ક હોતું નથી. કારણ કે ત્યાં મોબાઈલ ટાવર લગાવવા મુશ્કેલ હોય છે. મસ્કની નજર સંપૂર્ણ વિશ્વના આવા માર્કેટ પર છે.

જીયોની મદદ વડે 5Gમાં સૌથી આગળ રહેવા તૈયાર છે અંબાણી
દેશમાં મુકેશ અંબાણી રિલાયન્સ જીયોની મદદ વડે ભારતમાં 5G સેવાને લીડ કરવા માગે છે. રિલાયન્સ ગ્રૂપે શુક્રવારે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. જેમાં કંપનીએ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું કે, જીયો પ્લેટફોર્મ્સ એડવાન્સમાં 5G હાઈ સ્પીડ નેટવર્ક પર કામ કરી રહી છે. જોકે હાલ સરકાર તરફથી સ્પેક્ટ્રમની હરાજી કરવામા આવી નથી. ઉલ્લેખનીય છે કે, જીયો પ્લેટફોર્મ્સના ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો 15.5 ટકાના વધારા સાથે 3489 કરોડ રૂપિયા રહ્યું. ગત ક્વાર્ટર્સમાં જીયો પ્લેટફોર્મ્સે 3020 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.
READ ALSO
- ભાજપ-કોંગ્રેસને પછડાટ/ સૌરાષ્ટ્રમાં ‘આપ’ની એન્ટ્રી, આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ફક્ત બે મતે જીત
- LIVE: જીત બાદ રૂપાણી ખીલ્યા/ કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નહીં એવા છે પરિણામો, રૂપાણીએ કહ્યું ગુજરાતની પ્રજાએ ઉત્સાહથી સફાયો કર્યો
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- OMG/ ખભા પર સ્કૂટી લઈ રસ્તા પર નિકળ્યો શખ્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ
- ડાન્સર સાથે વિડીયો થયો હતો વાયરલ, જાણો ચૂંટણીમાં આ ઉમેદવારની શું થઇ હાલત