એલોન મસ્કે ટ્વિટર ડીલ હોલ્ડ પર રાખી છે. જો કે, ડીલ કાયમ માટે હોલ્ડ પર મૂકવામાં આવી નથી, પરંતુ મસ્કે તેને અસ્થાયી ધોરણે હોલ્ડ પર મૂકી છે. મસ્કે ટ્વિટર ડીલને હોલ્ડ પર રાખવાનું કારણ સ્પામ જણાવ્યું છે. ગયા મહિનાની શરૂઆતમાં, મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવા માટે ડીલ કરી હતી.
Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn
— Elon Musk (@elonmusk) May 13, 2022
તેણે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ટ્વિટર ડીલ અસ્થાયી ધોરણે હોલ્ડ પર રાખવામાં આવી છે. વાસ્તવમાં, ટ્વિટરે એક ફાઇલિંગમાં માહિતી આપી હતી કે તેમના પ્લેટફોર્મ પર માત્ર 5% જ સ્પામ/ફેક એકાઉન્ટ છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 229 મિલિયન યુઝર્સ છે.

મસ્કે ગયા અઠવાડિયે જ આ ડીલ માટે $7 બિલિયન સિક્યોર કર્યા છે, જેથી તે આ $44 બિલિયનની ડીલ પૂરી કરી શકે. એલોન ડીલના સમયથી પ્લેટફોર્મ પર હાજર ફેક અને બોટ એકાઉન્ટને દૂર કરવાની વાત કરી રહ્યા છે. તેણે ડીલ સમયે કહ્યું હતું કે જો આ ડીલ થશે તો તેની પ્રાથમિકતા પ્લેટફોર્મ પરથી બોટ એકાઉન્ટને હટાવવાની રહેશે.
આ મહિનાની શરૂઆતમાં, કંપનીએ તેની ફાઇલિંગમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ડીલ ન થાય ત્યાં સુધી તેના પર અનેક રિસ્ક છે. ખાસ કરીને જાહેરાત સાથે સંબંધિત. શું એડવર્ટાઇઝર્સ ટ્વિટર પર ખર્ચ કરવાનું ચાલુ રાખશે અને ફ્યૂચર પ્લાન્સ અને સ્ટ્રેટેજીને લઇને પણ અનિશ્ચિતતાઓ છે’

એલોન મસ્કે ખરીદ્યું ટ્વીટર
એલોન મસ્કે ટ્વીટરને તાજેતરમાં જ ખરીદવાની જાહેરાત કરી હતી. તેમણે માઈક્રો-બ્લોગિંગ સાઈટને ખરીદવા માટે 44 બિલિયન ડોલર(લગભગ 3368 અબજ રૂપિયા) ખર્ચ કર્યા છે. ટ્વીટર ખરીદ્યા બાદ એલોન મસ્કે જણાવ્યું હતું કે, ફ્રી સ્પીચ કોઈ પણ ડેમોક્રેસીનું કામ કરવા માટે ઘણું જરૂરી છે. ટ્વીટર એક ડિજિટલ ટાઉન સ્ક્વાયર છે જ્યાં માનવતાના ભવિષ્ય પર ચર્ચા થાય છે.
ટ્વિટરનો શેર ધડામ :
વિશ્વના સૌથી ધનાઢ્ય એલોન મસ્કે આ સોદાને અભરાઈએ ચઢાવતા ટ્વિટરના શેરમાં મસમોટો કડાકો નોંધાયો છે. ટ્વિટરનો શેર પ્રી માર્કેટ સેશનમાં 24%ના કડાકા સાથે 34.49 ડોલરના લેવલે ટ્રેડ કરી રહ્યો છે.
Read Also
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
- સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો