GSTV
News Trending World

મસ્કે ફરી વેચ્યા ટેસ્લાના શેર, એક જ દિવસમાં નેટવર્થ લગભગ 1,20,959 કરોડ રુપિયા ઘટી

વિશ્વના સૌથી સંપત્તિવાન ઇલોન મસ્કની નેટવર્થ ગુરુવારે એક જ દિવસે ૧૬ અબજ ડોલર એટલે કે લગભગ 1,20,959 કરોડ રુપિયા ઘટી હતી. વિશ્વની સૌથી મૂલ્યવાન ઓટો કંપની ટેસ્લાના શેરોમાં ગુરુવારે 6.1 ટકાનો ઘટાડો થતાં તેના શેરમાં ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ મસ્કની નેટવર્થ હવે 266 અબજ ડોલર છે. આ વર્ષે તેમની નેટવર્થ 110 અબજ ડોલર વધી છે.

મસ્ક ટેસ્લામાં સતત તેમનો હિસ્સો ઘટાડી રહ્યા

મસ્ક ટેસ્લામાં સતત તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. ગુરુવારે તેમણે કંપનીના 9,34,091 શેર 96.3 કરોડ ડોલરમાં વેચ્યા. દસ ટકા હિસ્સો વેચવાનો લક્ષ્યાંક મેળવવા તેમણે હજી પણ 60 લાખ શેર વેચવા પડશે. તેમણે ચાર નવેમ્બરે કંપનીના શેરને વેચવાનો પ્રારંભ કર્યો હતો ત્યારથી તેના શેર 18 ટકા ઘટી ચૂક્યા છે.

જોકે વેચવાલી બાદ હવે મસ્ક 21.7 લાખ શેર ખરીદવા માટે સ્ટોક ઓપ્શન્સ પર પણ વિચારણા કરી રહ્યાં હોવાના અહેવાલ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મસ્કે અગાઉ 24 નવેમ્બરે તેમની કંપની ટેસ્લાના 1.05 અબજ ડોલરના શેર વેચ્યા હતા. મસ્કે સ્ટોક ઓપ્શન્સ હેઠળ કંપનીના લગભગ 21.5 લાખ શેર ખરીદ્યા અને પછી તેમાંથી 9,34,091 શેર વેચ્યા, જેનું મૂલ્ય 1.05 અબજ ડોલર હતું. નોંધનીય છે કે,મસ્ક તેમની કંપનીના અત્યારસુધી લગભગ 92 લાખ શેર વેચી ચૂક્યા છે, જેનું મૂલ્ય 9.9 બિલિયન ડોલર છે.

ઈેલોન મસ્ક શા માટે શેર વેચે છે ?

હકીકત એમ છે કે ઇલોન મસ્કને પગારને બદલે ટેસ્લાના સ્ટોક ઓપ્શન મળે છે. સ્ટોક ઓપ્શનમાં મસ્કને બજાર કિંમતથી 90% ઓછી કિંમતે ટેસ્લાના શેર ખરીદવાનો અધિકાર મળે છે. 2012માં ટેસ્લાએ ઇલોન મસ્કને સ્ટોક ઓપ્શનનો વિકલ્પ આપ્યો. આ વિકલ્પ હેઠળ મસ્કને કંપનીના લગભગ 2.28 કરોડ શેર પ્રતિ શેર માત્ર 6.24 ડોલરના ભાવે ખરીદવાનો વિકલ્પ મળ્યો હતો. મસ્ક પાસે આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે 2022 સુધીનો સમય હતો.

જોકે આ સમય દરમિયાન યુએસમાં એક કાયદો આવ્યો જે અંતર્ગત તમામ શેરની એક્સરસાઇઝ પ્રાઈસ (ખરીદી કિંમત) અને શેરની વાસ્તવિક કિંમત વચ્ચેના તફાવત પર ૫૦% મૂડી લાભ ( કેપિટલ ગેઈન) ટેક્સ તરીકે ચૂકવવો પડશે. ઇલોન મસ્ક હવે આ સ્ટોક વિકલ્પને રિડીમ કરીને કંપનીના શેર ખરીદી રહ્યા છે. જોકે ૫૦% કર જવાબદારી ચૂકવવા માટે તેમણે મોટી સંખ્યામાં શેરનું ફરીથી વેચાણ કરવાની ફરજ પડી છે.

Read Also

Related posts

એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?

Padma Patel

પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ

Siddhi Sheth

હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ

Siddhi Sheth
GSTV