GSTV
News Trending World

એલોન મસ્કની કંપની Neuralinkને માનવ મગજમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરવાની મળી પરવાનગી, 

અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની Neuralinkને માનવ મગજમાં ચિપ ફિટ કરવાણી પરવાનગી મળી  ગઈ છે.  યુએસ રેગ્યુલેટર પાસેથી માનવ મગજમાં પ્રત્યારોપણ તરીકે એક ચિપ  લગાવવાની પરવાનગી મળ્યા બાદ માનવ મગજનું  કોમ્પ્યુટર સાથે જોડાણ થઇ શકે છે. ન્યુરાલિંકે ગુરુવારે આ માહિતી આપી હતી.

ન્યુરાલિંકે કહ્યું કે તેને યુએસ એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) તરફથી માનવ મગજમાં પ્રત્યારોપણની પરવાનગી મળી છે. હવે તે માનવ મગજમાં ઈમ્પ્લાન્ટ લગાવીને ટેસ્ટ કરી શકશે. આ ઈમ્પ્લાન્ટથી માનવ મગજ સીધું કોમ્પ્યુટર સાથે જોડાઈ જશે.

Neuralink દ્વારા ટ્વીટ કરી જાણ કરવામાં આવી હતી કે, “અમે આ શેર કબાબતને રવા માટે ઉત્સાહિત છીએ કે અમને અમારો પ્રથમ માનવ તબીબી અભ્યાસ શરૂ કરવા માટે FDA ની મંજૂરી મળી ગઈ છે. આ FDA સાથે Neuralink ટીમ દ્વારા કરવામાં આવેલા ગાઢ સહયોગ અને અવિશ્વસનીય કાર્યનું પરિણામ છે.”

ન્યુરાલિંકે કહ્યું – ક્લિનિકલ ટ્રાયલ માટે ભરતી હજુ શરૂ થઈ નથી

ન્યુરલિંકે જણાવ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલ માટે ભરતી હજુ શરૂ થઈ નથી. મસ્કએ ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે Neuralink ઇમ્પ્લાન્ટનો હેતુ માનવ મગજને કમ્પ્યુટર સાથે સીધો કનેક્ટ કરી વધુ  સક્ષમ બનાવવાનો છે. મસ્કે જણાવ્યું હતું કે, “અમે અમારા પ્રથમ માનવ પ્રત્યારોપણની તૈયારી માટે સખત મહેનત કરી રહ્યા છીએ. માનવ મગજમાં દાખલ કર્યા પછી ઇમ્પ્લાન્ટ સારી રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવા માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે.”

ન્યુરાલિંકે વાંદરાઓના મગજમાં પ્રત્યારોપણ કર્યું છે

જુલાઇ 2019 માં, મસ્કે જણાવ્યું હતું કે Neuralink 2020 સુધીમાં પ્રથમ માનવ પરીક્ષણ કરવામાં સક્ષમ હશે. Neuralink દ્વારા માનવ મગજમાં ઉપયોગમાં લેવાતું ઇમ્પ્લાન્ટ એક સિક્કા જેટલું છે. કંપનીએ તેને વાંદરાના મગજમાં નાખીને તેનું પરીક્ષણ કર્યું છે. તેના પ્રેઝન્ટેશનમાં, ન્યુરાલિંકે કેટલાક વાંદરાઓને વિડિયો ગેમ રમતા અને સ્ક્રીન પર કર્સર ખસેડતા બતાવ્યા.

મસ્કએ કહ્યું છે કે તેમની કંપની એવા લોકોના મગજનું પ્રત્યારોપણ કરશે જેઓ જોવાની કે ચાલવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે સમાન સિસ્ટમ પર કામ કરતી અન્ય કંપનીઓમાં સિંક્રોન પણ સામેલ છે. તેણે ગયા વર્ષે જુલાઈમાં જાહેરાત કરી હતી કે તેણે યુ.એસ.માં પ્રથમ મગજ-મશીન ઈન્ટરફેસ સ્થાપિત કર્યું છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV