GSTV

વોરેન બફેટને પછાડી આ ઉદ્યોગપતિ આવ્યા પાંચમાં નંબરે, સંપત્તિમાં થયો અધધ… વધારો

Last Updated on August 19, 2020 by pratik shah

ઈલેકટ્રિક કાર મેકર કંપની ટેસ્લાના શેરોમાં સોવારે 11 ટકાનો વધારો થયેલો જોવા મળ્યો હતો. જેના કારણે કંપનીના કો-ફાંઉન્ડર એલન મસ્કની સંપતિમાં એક જ દિવસમાં આશરે 9 ટકાનો વધારો થયો છે. જે બાદ તે દુનિયાના પાંચમાં સૌથી અમીર વ્યક્તિ બની ગયાં છે. જ્યારે વોરેન બફેટ સાતમાં નંબર ઉપર ખસેડીને આ પદ હાસલ કર્યું છે. વોરેન બફેટ પાંચમાં સ્થાન ઉપરથી સાતમાં સ્થાને પહોંચ્યાં છે. ઈન્ટરનેશનલ મીડિયાના રિપોર્ટ પ્રમાણે જેફ બેજોસ બાદ એલન માસ્ક દુનિયાના એવા કારોબારી છે જેની સંપત્તિમાં સૌથી વધારે વધારો થયો છે.

કંપનીના શેરોમાં 11 ટકાનો થયો વધારો

ટેસ્લા ઈંકના શેરોની વાત કરીએ તો અમેરિકી બજારમાં પ્રમુખ સુચકાંક નેસ્ડેક ઉપર સોમવારે ટેસ્લાના શેરોમાં 11.2 ટકાવો વધારો થયો હતો. એટલે કે કંપનીના શેરોમાં આશરે 185 ડોલરની વધારો જોવા મળ્યો છે. જેના બાદ કંપનીના શેર 1853.64 ડોલર ઉપર પહોંચી ગયું છે. જ્યારે તે પહેલાના કારોબારી દિવસોમાં કંપનીના શેર 1650.71 ડોલર ઉપર બંધ આવ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ 34 હજાર કરોડ ડોલરથી વધારે થઈ ગયું છે.

એલન મસ્કની સંપતિમાં 52 હજાર કરોડ રૂપિયાથી વધારેનો વધારો

કંપનીના કો ફાઉન્ડર એલન માસ્કના શેરોમાં વધારો થવાથી વધારે ફાયદો થયો છે. 17 ઓગષ્ટના રોજ એલન મસ્કની સંપત્તિમાં 9 ટકાનો વધારો જોવા મળ્યો છે. ફોર્બ્ર્સ બિલિનેટસની લિસ્ટમાં તાજેતરની રેકીંગ અનુસાર એલન મસ્ક 83.6 બિલિયન ડોલરે પહોંચી હતી. એટલે કે સોમવારે તેની સંપત્તિમાં 6.9 બિલિયન ડોલર એટલે કે 52 હજાર ડોલરથી વધારેનો વધારો થયો છે. તે પેહલા એલન મસ્ક 76.7 બિલિયન ડોલરની સાથે 7માં ક્રમ ઉપર હતો.

જેફ બેજોસ બાદ વધારે કમાનારો વ્યક્તિ

આ વર્ષે ટેલ્સા ઈંક શેરોમાં 339 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેની અસર એલન મસ્કની સંપત્તિમાં જોવા મળી રહી છે. એલન મસ્ક જેફ બેજોસ બાદ દુનિયાનો બીજો ઉદ્યોગપતિ છે જેની સંપત્તિમાં આટલો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે જેફ બેજોસની સંપત્તિમાં 73 બિલીયન ડોલરનો વધારો જોવા મળી રહ્યો છે. જાણકારોનું માનીએ તો એલન મસ્કની સંપત્તિમાં વધુ વધારો જોવા મળી શકે તેમ છે.

Related posts

બિહાર: આરજેડીનું ભવિષ્ય લાલુના હાથમાં, સપા સંરક્ષણ મુલાયમ સિંહ સાથે કરી મુલાકાત

Pritesh Mehta

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah

બેશરમ/ બોલીવુડ અભિનેત્રી લાઈવ સ્ટ્રીમમાં કપડાં ઉતારીને બેઠી, ગંદી બાતથી ફેમસ આ મોડેલનો જોવાઈ રહ્યો છે જોરદાર વીડિયો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!