GSTV

730 કરોડ કમાવવાની સૌથી મોટી તક, આપો આ બિઝનેસમેનના સવાલનો જવાબને થઈ જાવ માલામાલ…

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં સામેલ અબજોપતિ બિઝનેસમેન એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લોકોને એક આઈડિયા આપવા અંગે કહ્યું છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલના સમયે 2 કારણે ચર્ચામાં છે. પ્રથમ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનવાને કારણે અને બીજું ભારતમાં ઈ-વ્હીકલ લોન્ચ કરવાની તૈયારી અંગે. હવે ઈ-વ્હિકલ થકી ટેસ્લા ભારતમાં એન્ટ્રી કરી રહી છે.

એલન મસ્ક હાલના દિવસોમાં કાર્બ ડાઈ-ઓક્સાઈડના ઉત્સર્જનને કેપ્ચર કરતી સૌથી સારી ટેક્નિક તૈયાર કરી શકે તેવા વ્યક્તિની શોધ કરી રહ્યાં છે. એલન મસ્કે પોતે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી. વાસ્તવમાં એલન મસ્કે એક સવાલ લોકો સમક્ષ જાહેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, જે પણ વ્યક્તિ કાર્બન-ડાઈ-ઓક્સાઈડ ઉત્સર્જનને કેપ્ચર કરતી સૌથી સારી ટેક્નિક શોધી આપશે તેને 100 મિલિયન ડૉલર (અંદાજે 730 કરોડ રૂપિયા)નું ઈનામ આપવામા આવશે.

આ રીતે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા મસ્ક

આ મહિને જ એલન મસ્કને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનવાની ઉપલબ્ધિ મળી. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, જાન્યુઆરી 2020માં ધનિકોની રેન્કિંગ મામલે 35માં ક્રમે હતા. 1 જાન્યુઆરી 2020ના તેમની કુલ સંપત્તિ 22.6 અબજ ડૉલર હતી. 1 એપ્રિલ 2020ના સંપત્તિનો કુલ આંક 29 અબજ ડૉલરે પહોંચી ગયો. જે પછી 1 જુલાઈ 2020ના સંપત્તિ 57 અબજ ડૉલરે પહોંચી ગઈ. 1 ઓક્ટોબર 2020ના તેમની કુલ સંપત્તિ 108 અબજ ડૉલરે પહોંચી ગઈ હતી.

READ ALSO

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!