GSTV

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

એલન મસ્ક

Last Updated on December 2, 2021 by GSTV Web Desk

વર્તમાનમાં ટેસ્લા પ્રમુખ એલન મસ્કની એક ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહી છે. હકીકતમાં આ ટ્વીટ એલને ભારતીય મૂળના પરાગ અગ્રવાલના ટ્વીટર સીઈઓ બનવાને લઈ કરી છે. ઉલ્લેખનીય છે કે Twitter ના કો-ફાઉન્ડર Jack Dorsey તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે કંપની છોડી રહ્યા છે.

એલન મસ્કે ટ્વિટરના નેતૃત્વમાં તાજેતરના ફેરફારો પર એક ફોટોશોપ્ડ મિમ શેર કર્યો છે. તેમાં તેમણે સોવિયત સંઘના સરમુખત્યાર જોસેફ સ્ટાલિનના ચહેરાને પરાગ અગ્રવાલ સાથે અને તેના સહાયક નિકોલાઈ યેઝોવને જેક ડોર્સી સાથે બદલ્યો છે.

ઈતિહાસકારોના મતે સ્ટાલિન સામે કથિત રીતે કાવતરું ઘડ્યા બાદ યેઝોવની હત્યા કરવામાં આવી હતી. આ તસવીર તેમના મૃત્યુના લગભગ 10 વર્ષ પહેલા વર્ષ 1930માં મોસ્કો કેનાલ પાસે લેવામાં આવી હતી.

એલન મસ્કની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. લોકોએ પણ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. એક યુઝરે તેમના ટ્વીટ પર રિપ્લાય કરતા લખ્યું કે “એલન ટ્વીટરને ખરીદી લો.”

અન્ય એક યુઝરે લખ્યું કે “એલન મસ્ક આખી પૃથ્વીના સીઈઓ છે.” ત્રીજા યુઝરે લખ્યું કે “આ ભારતની શક્તિ છે.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે “ટ્વીટરમાં આવેલા આ બદલાવે બતાવ્યું છે કે આખી દુનિયા ભારતની ક્ષમતાને માને છે. ”

ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળના ટેક એક્ઝિક્યુટિવ પરાગ અગ્રવાલ 2011થી ટ્વિટર સાથે જોડાયેલા છે. તેમને 29 નવેમ્બરે કંપનીના CEO બનાવવામાં આવ્યા હતા. તેઓ ડોર્સીની જગ્યા લે છે, જેમણે 2006માં કંપનીની સહ-સ્થાપના કરી હતી અને 2015થી તેના CEO હતા.

Read Also

Related posts

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!