ટેસ્લા ઇન્ક અને સ્પેસએક્સના સ્થાપક અને સીઈઓ એલન મસ્ક વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેણે માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સને પાછળ છોડી દીધી છે. 49 વર્ષીય એલન મસ્કની કુલ સંપત્તિ વધીને 127.9 અબજ ડોલર થઈ ગઈ છે. ટેસ્લાના શેરમાં મોટો વધારો થવાને કારણે તેની નેટવર્થમાં જબરદસ્ત વધારો થયો. ટેસ્લાનું બજાર મૂલ્ય 491 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.

એલન મસ્કની સંપત્તિમાં થયો જબરદસ્ત વધારો
એલન મસ્કએ આ વર્ષે તેની કુલ સંપત્તિમાં લગભગ 100.3 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર, જાન્યુઆરીમાં તે અમીરોની રેન્કિંગમાં 35મા ક્રમે હતા, પરંતુ હવે તે બીજા ક્રમે પહોંચી ગયા છે. એલન મસ્કનું નસીબ આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ વધી ગયું છે.
128 અબજ ડોલર સાથે બીલ ગેટ્સ બીજા નંબરે હતા
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, શનિવારે 183 અબજ ડોલરની સંપત્તિ સાથે જેફ બેઝોસ પ્રથમ ક્રમે, 128 અબજ ડોલર સાથે બીલ ગેટ્સ બીજા નંબરે હતા જ્યાં હવે એલન મસ્ક આવી ગયા છે. બર્નાર્ડ આર્નોલ્ડ 105 અબજ સાથે ચોથા સ્થાને અને માર્ક ઝુકરબર્ગ 102 અબજ સાથે પાંચમા ક્રમે છે.
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 2017માં પ્રથમ નંબરે આવ્યા
આ બીજી વખત થયું છે જ્યારે બિલ ગેટ્સ બીજા નંબરથી નીચે સરકી ગયા હોય. બિલ ગેટ્સ આ પહેલા ઘણા વર્ષો સુધી પ્રથમ સ્થાને રહ્યા, પરંતુ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 2017માં પ્રથમ નંબરે આવ્યા પછી બિલ ગેટ્સ બીજા સ્થાને પહોંચી ગયા છે. બિલ ગેટ્સે ઘણું દાન આપ્યું છે, જેનાથી તેની નેટવર્થમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. તેઓ વર્ષ 2006થી ગેટ્સ ફાઉન્ડેશનને 27 અબજ ડોલરનું દાન આપ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત હાથ ધરી, ટિકિટ વાંચ્છુકો માટે બનાવાયા નિયમો
- અમદાવાદ/ કોરોના કેસોમાં સતત ઘટાડો, નવા 81 દર્દીઓ નોંધાયા, પરિસ્થિતિમાં આવી કાબુમાં
- ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી
- પ્રત્યાર્પણથી બચવા વિજય માલ્યાનો વધુ એક કીમિયો, Human Rights હવાલો આપી માંગી બ્રિટન પાસે મદદ, જાણો હજુ કેટલા વિકલ્પ બાકી
- ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ / હજુ અંતિમ નિર્ણય બાકી, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો