GSTV
Home » News » જેકલિનની જગ્યાએ મળતો હતો રોલ પણ… ખૂબસુરત હિરોઈને કર્યો મોટો ખુલાસો

જેકલિનની જગ્યાએ મળતો હતો રોલ પણ… ખૂબસુરત હિરોઈને કર્યો મોટો ખુલાસો

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા #Metoo કેમ્પેઇની અસર ફેલાવા લાગી છે. આ કેમ્પેઇનના કારણે દિવસે ને દિવસે અભિનેતા, ડિરેક્ટરો અને પ્રોડ્યુસરોનો વરવો ચહેરો સામે આવી રહ્યો છે. ત્યારે આ લિસ્ટમાં હવે નિર્દેશક વિપુલ શાહનું નામ જોડાઇ ચૂક્યું છે. વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં મુખ્ય કિરદાર નિભાવનારી એક્ટ્રેસ એલનાજ નૌરોજીએ વિપુલ શાહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

વિપુલ પર આરોપ લગાવતા તેણે કહ્યું કે, વિપુલ મને હંમેશા અનુચિત ઢંગથી અડકવાની કોશિષ કરતા હતા. ઘણી વખત વિપુલે મને કિસ કરવાની પણ કોશિષ કરી હતી. વિપુલે એ બાદ તેની ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડમાં પણ મને રોલ અપાવ્યો હતો.

રિપોર્ટસના અનુસાર, એલનાજ નૌરોજીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, નમસ્તે ઇંગ્લેન્ડના પ્રી-પ્રોડક્શન દરમિયાન તે વિપુલને મળી હતી. મારા મેનેજરે મને જણાવ્યું કે મને સેકેન્ડ લીડ રોલમાં આપવામાં આવ્યો છે. આ રોલ પહેલા જેકલીન ફર્નાન્ડિઝને આપવામાં આવ્યો હતો. વિપુલને જ્યારે મળી ત્યારે તેણે મને કહ્યું કે, મારે લૂક ટેસ્ટ આપવો પડશે. એ સમય સુધી મેં ઓડિશન પણ આપ્યું ન હતું.

તેણે આગળ જણાવતા કહ્યું કે, થોડા દિવસો બાદ કાસ્ટિંગ ડિરેક્ટર હની ત્રેહાને મારું ઓડિશન લીધું. એ સમયે મને ખબર મળી કે કાસ્ટિંગ ડિરેક્ટરે મને ઓડિશન વિશે કહ્યું જ ન હતું. વિપુલ શાહે તેનો કોન્ટેક્ટ કર્યો અને ઓડિશન માટે ઓફિસ બોલાવી. એ સમયે વિપુલે મને કહ્યું કે હું જલ્દીથી પેપર સાઇન કરું.

અમે ફરી મળ્યા ત્યારે તેણે મને કિસ કરવાની કોશિષ કરી. જ્યારે વિપુલે આવું કર્યું ત્યારે મેં તેને ધક્કો માર્યો તેણે મારી માફી માગી. વિપુલને જ્યારે મેં શૂટિંગ માટે કહ્યું ત્યારે તે વાતો ટાળવા માંડ્યા. એ ઇચ્છતા હતા કે હું અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા સાથે મળી જાઉં. એ બાદ મેં એક ઓડિશન આપ્યું અને ત્યારે પણ તેમણે મને ટચ કરવાની કોશિષ કરી.

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

ટીમ ઈન્ડિયામાં જૂથબંધી, ખેલાડીઓ રોહિત અને કોહલીના ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે

Mayur

તહેવાર સમયે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે, રેલવે દ્વારા 20 ટ્રેનો આ કારણોસર થઈ શકે રદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!