હાર્દિક પંડ્યા સાથે લગ્નને લઇને એલી અવરામનુ મોટું નિવેદન, કર્યો સૌથી મોટો ખુલાસો

બૉલીવુડ અભિનેત્રી એલી અવરામ અને ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં પોતાના અફેરને લઇને ચર્ચામાં છે. હાલમાં હવે અવાર-નવાર હાર્દિકની સાથે પોતાનુ નામ જોડાવાથી એલીએ મૌન તોડ્યુ છે.

એલીએ જણાવ્યું કે હું આ સમાચારથી ખૂબ દુ:ખી થઈ છું. મારી અને હાર્દિકની વચ્ચે જે કંઈ પણ હતું તે વર્ષ પહેલાં જ સમાપ્ત થઇ ગયુ છે. એલીએ કહ્યું કે હું હાર્દિક પંડ્યા સાથે લગ્ન કરવાની નથી.

એલીએ કહ્યું કે હવે અમે બંને એકબીજાના સંપર્કમાં નથી. એલીએ વધુમાં પોતાની વાત સમાપ્ત કરતા કહ્યું કે હું તમારી પાસેથી આશા રાખુ છુ કે હાર્દિક સાથે જોડાયેલો કોઈ પણ સવાલ મારી સાથે કરવામાં ના આવે. હું ઈચ્છુ છુ કે કોઈ પણ રેડ કાર્પેટ પર મને હાર્દિક સાથે જોડાયેલો સવાલ ના કરે.

આ રીતે શરૂ થઈ હતી અફેરની ચર્ચા

ખરેખર, હાર્દિક અને એલી વચ્ચે અફેરના સમાચારની શરૂઆત તેના ભાઈ ક્રુણાલ પંડ્યાના લગ્ન બાદ થઇ હતી. જણાવાઈ રહ્યું છે કે એલીએ આ લગ્નમાં ભાગ લીધ હતો અને તેમણે હાર્દિકની સાથે તસ્વીરો પણ ખેંચાવી હતી. જોતજોતામાં બંનેની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને બંનેના અફેરની ચર્ચા બોલીવુડ જગતમાં શરૂ થઇ. આમ, તો બંનેને ઘણી વખત એકસાથે સ્પૉટ કરવામાં આવ્યા, એલીને અવાર-નવાર હાર્દિકની સાથે પાર્ટીઓમાં પણ જોવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક થોડા દિવસ પહેલા ચેટ શો ‘કૉફી વિથ કરણ’માં પોતાની ખરાબ ટિપ્પણીઓને કારણે ખરાબ સમયથી ગુજરી રહ્યો છે અને કેએલ રાહુલની સાથે નિલંબિત પણ થયો. એલી એવરામે ઑલરાઉન્ડરની ટિપ્પણીઓ પર પણ નિરાશા વ્યક્ત કરી હતી અને શોમાં તેના અયોગ્ય નિવેદનો માટે હાર્દિકને ખરીખોટી પણ સંભળાવી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter