GSTV
Trending ગુજરાત

ચૂંટણી ઈફેક્ટ/ રાજ્ય સરકાર ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક મારવાના મૂડમાં, ગરીબોને બખ્ખાં થઈ જશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક રમવાના મૂડમાં છે. સરકાર ગરીબ અને મધ્ય વર્ગના લોકોને આકર્ષિત કરવા માટે અવનવા નિર્ણય લઈ રહી છે. ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારનું અન્ન નાગરિક પુરવઠા વિભાગ બીપીએલ કાર્ડ ધારકને સસ્તા દરે તેલ આપવાનો નિર્ણય લઈ શકે તેમ છે.

મુખ્યમંત્રીના ધ્યાને રજુઆત કરાશે ત્યારબાદ સરકાર નિર્ણય લેશે

જોકે હાલ સરકાર વર્ષમાં બે વખત રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે તેલ આપે છે. પરંતુ ચૂંટણીને ધ્યાને રાખીને હાલ આ નિર્ણય યથાવત રાખવાની ગડમથલ ચાલી રહી છે. જો કે હાલ આ મામલે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી, અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને તેલ સહિત અનાજ મફત આપવાથી રાજ્ય સરકારની તિજોરી પર કેટલું ભારણ આવે છે તેની વિગતો હાંસલ કર્યા બાદ મુખ્યમંત્રીના ધ્યાને રજુઆત કરાશે ત્યારબાદ સરકાર નિર્ણય લેશે.

READ ALSO

Related posts

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda
GSTV