GSTV

કાંટાની ટક્કર/ છ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફ્રેબ્રુઆરીએ યોજાશે, બે તબક્કામાં ચૂંટણીનું આયોજન: રસા કસીનો જંગ

ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21મી ફેબુ્રઆરીએ યોજવાની જાહેરાત ગુજરાતના ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. આ છ મહાનગરપાલિકાઓમાં અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે.  જ્યારે સાતમી મહાનગરપાલિકા જૂનાગઢની વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 6ની બેઠક માટે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી થયાના એક સપ્તાહ બાદ 28મી ફેબુ્રઆરીએ 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ આજથી ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે.

અહેમદ

ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે

ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી કાર્ડ ન હોય તેઓ ચૂંટણી પંચે માન્ય રાખેલા આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા અન્ય ફોટાવાળા ઓળખપત્ર બતાવીને મતદાન કરવાનું રહેશે. મતદાનની શરૂઆત સવારે સાત કલાકે થશે અને સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. ચૂંટણીને કારણે કોરોનાનો વ્યાપ ન વધે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના સલામતીના પગલાં આરોગ્ય વિભાગ સાથેના સંકલનમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારે ઉમેદવારી પત્રકની સાથે જ ગુનાઇત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા અંગેનું સોગંદનામું, ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. અરજી કરવા ઇચ્છનાર ઉમેદવારીપત્રક સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએથી ફોર્મ મેળવી શકશે. ચૂંટણી આયોગની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને પણ ઉમેદવાર તે ભરી શકશે.

મતદારે મતદાન કરતી વખતે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું ઓળખકાર્ડ રજૂ કરવાનું રહેશે. ગુજરાતની 17 નગરપાલિકાઓની ખાલી પડેલી 20 જેટલી બેઠકો પર પણ નગરપાલિકાઓની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી કરાવી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 13 નગરપાલિકાઓમાં માણસા, બાવળા, તલોદ, થરા, ધાનેરા, સલાયા, ઓખા, જામજોધપુર, હારીજ, કરમસદ, જેતપુર-નવાગઢ, ઝાલોદ, અને ધરમપુરનો સમાવેશ થાય છે. આ તમામમાં મળીને 20 બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજવામાં આવશે. કઠલાલની દાંપટ, કાંકરેજની માંડલા, દાંતિવાડીની મોટી મહુલીડની ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજવામાં આવશે.

કઈ જિલ્લા પંચાયતોની ચૂંટણી થશે ?

1. અમદાવાદ 2. અમરેલી 3. ભરૂચ 4. ભાવનગર 5. ગાંધીનગર 6. જૂનાગઢ 7. કચ્છ 8. મહેસાણા 9. પંચમહાલ 10. રાજકોટ 11. સાબરકાંઠા 12. સુરત 13. તાપી 14. સુરેન્દ્રનગર 15. વડોદરા 16. વલસાડ 17. પાટણ 18. નર્મદા 19. પોરબંદર 20. આણંદ 21. દાહોદ 22. નવસારી 23. ડાંગ 24. જામનગર 25. બોટાદ 26. ગીરસોમનાથ 27. મહીસાગર 28. મોરબી 29. અરવલ્લી 30. છોટાઉદેપુર 31.દેવભૂમિદ્વારકા

કઈ કઈ નગરપાલિકાઓની ચૂંટણી થશે ?

1. ધોળકા 2. વિરમગામ 3. બારેજા 4. અમરેલી 5. બગસરા 6. સાવરકુંડલા 7. દામનગર 8. બાબરા 9. આણંદ 10. ઉમરેઠ 11. ખંભાત 12. પેટલાદ 13. બોરસદ 14. સોજિત્રા 15. પાલનપુર 16. ડીસા 17. ભાભર 18. આમોદ 19. મહુવા 20. પાલિતણા 21. વલ્લભીપુર 22. દાહોદ 23. દહેગામ 24.કલોલ 25. ખંભાળિયા 26. જામરાવલ 27. કેશોદ 28. અંજાર 29. માંડવી 30. ગાંધીધામ 31. ભુજ 32. મુન્દ્રા-બોરોઈ 33. કપડવંજ 34. નડિઆદ 35. કણજરી 36. ઠાસરા 37. કઠલાલ 38. કડી 39. વિસનગર 40. ઊંઝા 41. મહેસાણા 42. રાજપીપળા 43. નવસારી-વિજલપોર 44. ગણદેવી 45. પાટણ 46. સિદ્ધપુર 47.પોરબંદર-છાયા 48.ગોધરા 49. શહેરા 50. ગોંડલ 51.હિમ્મતનગર 52. વડાલી 53. બારડોલી 54 કડોદરા 55. માંડવી 56. તરસાડી 57. વ્યારા 58. સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણી 59. લીમડી 60 ધ્રાંગધ્રા 61. પાટડી 62. ચોટિલા 63. ડભોઈ 64. પાદરા 65. સાવલી 66. બોટાદ 67. બરવાળા 68. વેરાવળ-પાટણ 69. ઊના 70. સૂત્રાપાડા 71. તલાળા 72. મોરબી 73. વાંકાનેર 74. માળિયા-મિયાણા 75. મોડાસા 76. બાયડ 77. સિક્કા 78. વલસાડ 79. ઉંમરગામ

મહાનગરપાલિકાઓની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ

ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબનો રાખવામાં આવ્યો છે. 

 • ચૂંટણી અંગેનું જાહેરનામું પહેલી ફેબુ્રઆરીએ કરવામાં આવશે
 • ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ છ ફેબુ્રઆરી,
 •  ઉમેદવારીપત્રો ચકાસવાની તારીખ 8મી ફેબુ્રઆરી
 • ઉમેદવારી પત્રક પાછી ખેંચવાની છેલ્લી તારીખ 9મી ફેબુ્રઆરી
 •  મતદાનની તારીખ 21મી ફેબુ્રઆરી. સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે
 •  પુન: મતદાનની જરૂર પડે તો 22મી ફેબુ્રઆરી
 •  મતગણતરીની તારીખ 23મી ફેબુ્રઆરી
 •  ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ26મી ફેબુ્રઆરી 2021
પક્ષમત મળ્યામતનીજીતેલા
  ટકાવારીઉમેદવાર
ભાજપ31,47,13150.78%142
કોંગ્રેસ26,39,45042.59%49
બીએસપી92,1711.49%00
એનસીપી60,7580.98%00
સી.પી.આઇ.15,1780.24%00
સ.પા.12,4540.20%00
અન્ય પક્ષ32,2800.52%00
અપક્ષ1,96,9663.18%01
કુલ61,96,338100%192

નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ

 •  8મી ફેબુ્રઆરીએ ચૂંટમી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે.
 • ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13મી ફેબુ્રઆરી રાખવામાં આવી છે.
 • 15મી ફેબુ્રઆરીએ ઉમેદવારીપત્રકોની ચકાસણી કરવામાં આવશે.
 • ઉમેદવારીપત્રક પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 16મી ફેબુ્રઆરી
 • મતદાનની તારીખ 28મી ફેબુ્રઆરી. સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે
 • પુન:મતદાનની જરૂર પડે તો 1 માર્ચ 2021ના યોજાશે
 • મતગણતરીની તારીખ 2 માર્ચ 2021
 • ચૂંટણીની પ્રક્રિયા પૂરી થવાની તારીખ પમી માર્ચ

ગુજરાતના ચૂંટણી પંચે 19મી માર્ચ 2020ના આદેશથી મુલતવી રાખવામાં આવેલી ચૂંટણીઓમાંથી ચૂંટણી પંચના 10મી નવમ્બરના આદેશથી જેની પેટા ચૂંટણી કરવાની છે તેવી નગરપાલિકાઓની માણસા, સાણંદ, તલોદ, કોડિનાર, સલાયાની મળીને છ બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજવામાં આવશે.

READ ALSO

Related posts

દિલ્હીમાં દુધ-શાકભાજી બંધ કરી દેવાની ચીમકી પણ સંગઠનમાં પડ્યા ફાંટા, શું આંદોલનનો વળાંક બીજી તરફ?

pratik shah

શેરબજારમાં કડાકો: રોકાણકારોની સંપતિમાંથી 5.37 લાખ કરોડનું ધોવાણ, રૂપિયો 103 પૈસા તૂટીને 73.47 ઊતરી આવ્યો

pratik shah

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!