GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ભૂખ સંતોષવા હાથીએ કર્યું આવું, વીડિયો જોશો તો થઇ જશો દંગ

મૂંગા પશુઓ ભલે બોલી ન શકતા હોય પરંતુ, તેઓ ઘણુ બધુ સમજતા હોય છે. આવા જ એક કિસ્સામાં એક ભૂખ્યા હાથીએ પોતાની ભૂખ સંતોષવા માટે હાઇવે પરથી પસાર થઇ રહેલી ટ્રકને રોકી તેમાંથી બટાટા ખાઇને પોતાની ભૂખ સંતોષી હતી.

પશ્વિમ બંગાળના પશ્વિમ મિદનાપુરમાં ગઢબેટા જંગલમાં હાથી ઘણા જોવા મળે છે. અહીં નેશનલ હાઇવે નંબર 60 જંગલની વચ્ચેથી થઇને પસાર થાય છે. આવામાં એક ભૂખ્યો હાથી ખાવાનુ શોધતો શોધતો હાઇવે પર પહોંચી ગયો હતો. હાઇવે પર ઘણી બધી ગાડીઓ પસાર થઇ રહી હતી ત્યારે અહીંયાથી એક બટાટાથી ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી ત્યારે ભૂખ્યા હાથીએ આ ટ્રકને રોકી હતી.

ટ્રકમાં બટાટાની સુંગઘ જોઇને હાથીને ખ્યાલ આવી ગયો કે, આ ટ્રકમાં કશું ખાવાનું છે. હાથીએ અચાનક ટ્રકને રોકવા હાઇવે પર હલચલ મચી ગઇ હતી. હાથીએ જેવી ટ્રક રોકી ત્યારે ડ્રાઇવરના મોતિયા મરી ગયી હતા. આ દરમિયાન લોકોએ ફટાકડા ફોડી, ખોટી ફાયરિંગ કરીને હાથીને ટ્રક પાસેથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હાથી ટ્રક પાસેથી હટવાનું નામ લેતો ન હતો. તો બીજીતરફ એકત્રિત લોકો પણ હાથીને અહીંયાથી હટાવવા માટે પ્રયાસ કરી રહ્યાં હતા, ત્યારે હાથી પણ ટસનો મસ થતો ન હતો.

આખરે હાથીએ ભરપેટ બટાટા ખાઇને આ ટ્રકને જવા દીધી હતી. આ દરમિયાન અન્ય ટ્રક ડ્રાઇવરોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

Related posts

પોરબંદરના રાણાવાવ હાઈવે નજીક એસ.ટી.બસ ફસાઈ, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

pratik shah

7 લાખ ભારતીયોને બહાર કરશે કુવૈત, નવા નિયમોથી વિદેશી નાગરિકોની સંખ્યા ઘટશે

Mansi Patel

આંતરિક કલેહ ચરમસીમાએ : ભાજપના દિગગજ નેતાનો પક્ષ પલટુ ધારાસભ્યને ટોણો, ગત ચૂંટણીમાં ભાજપની મદદથી જ જીત્યા હતા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!