GSTV

VIDEO/ માલિશ તો ઘણા પ્રકારના તમે જોયા હશે, પણ હાથી પાસે ક્યારેય માલિશ કરાવ્યું છે ખરૂ !

આપણે બધાને અને તેમાય ખાસ કરીને નાના બાળકોને હાથી જોવાનું ખૂબ જ પસંદ હોય છે. પણ જેવો નજીક આવે કે, આપણે પણ પૂંછડી દબાવીને ભાગવા મજબૂર બની જતાં હોય છે. કારણ કે, હાથી એટલો વિશાળકાય હોય છે, જેને જોઈને લોકો ડરી જાય તે સ્વાભાવિક છે. પણ જો તમને એવુ જોવા મળે કે, ભારે ભરખમ શરીર વાળો હાથી કોઈનું માલિશ કરતો હોય તો તમે પણ બેઘડી વિચારવા લાગશો. કારણ કે, હાથીના પગ એટલા ભારે હોય છે, ઘડીવારમાં તો રામ રમી જાય. જોકે, હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં હાથી એક મહિલાની માલિશ કરી રહ્યો છે. વીડિયોમાં આપને હાથી પગ અને સૂંઢથી માલિશ કરતો દેખાશે.

સોશિયલ મીડિયા પર આ પ્રકારનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આપ ખુદ જોઈ શકો છો કે, કેવી રીતે એક ગજરાજ મહિલાની માલિશ કરી રહ્યો છે. થોડી વાર તે સૂંઢથી માલિશ કરે છે, તો વળી થોડીવાર પગથી માલિશ કરે છે. હાથી આરામથી આ મહિલાને માલિશ કરતો તમે અહીં જોઈ શકશો.

READ ALSO

Related posts

અમેરિકાએ એવું તો શું કર્યું કે શેરબજારમાં આવ્યો 1487 પોઈન્ટનો કડાકો : સેન્સેક્સ 50 હજારથી નીચે, રોકાણકારોના કરોડો ડૂબ્યા

Pritesh Mehta

ખાસ વાંચો / જો તમે પણ બેંક લોકરમાં રાખો છો આ કીંમતી સામાન તો જરૂરથી કરો આ કામ, નહિ તો થશે મોટુ નુકશાન

Mansi Patel

જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!