GSTV
News Trending Videos Viral Videos World

છોકરીએ કર્યુ કંઈક એવું કે હાથીએ ઝીંકી દીધો જોરદાર થપ્પડ, તમે પણ જુઓ

ખોટું દરેકને લાગે છે પછી ભલે તે માણસ હોય કે જાનવર. જરા વિચારો તમને કોઈ પાંજરામાં બંધ કરી દેવામાં આવે અને તમારી સાથે સેલ્ફી લેવામાં આવે કે ફોટો પાડવામાં આવે તે પણ તમારી પરવાનગી લીધા વગર તો તમને કેવું લાગશે. તો આવું કામ કરનારા લોકોને જોરદાર મારવાની ઈચ્છા થાય, એવું જ કંઈક અહીં હાથીએ કર્યુ છે.

અમુક લોકો હાથીનો ફોટો પાડીને મજા કરી રહ્યા હતા. હાથીને તે પસંદ ન આવતા તેણે પોતાની સૂંઢથી સેલ્ફી લેનારી છોકરીને જોરદાર થપ્પડ ઝીંકી દીધો. થપ્પડ પણ હાથીએ એવો જોરાદાર માર્યો કે, છોકરીનાં મોઢાનું ભૂગોળ બગાડી નાખ્યુ હતુ. આ વીડિયોને Ernie Ley નામના ટ્વીટ યુઝરે શેર કર્યો હતો. આ વિડીયોમાં અમુક પર્યટકો હાથી સાથે મજા કરતાં દેખાઈ રહ્યા છે.

પરંતુ આ મસ્તીની વચ્ચે એક છોકરી જેવો પોતાનો મોબાઈલ ફોન લઈને હાથીનો ફોટો પાડવાનો પ્રયાસ કરે છે, જે હાથીને બિલકુલ પસંદ આવતુ નથી. તો તરત જ હાથીએ પોતાની સૂંઢ વડે ફોટોગ્રાફર છોકરીને જોરદાર થપ્પડ ઝીંકી દીધો હતો.

હાથીનો થપ્પડ ખાધા બાદ હવે છોકરી જ્યારે પણ પોતાની સેલ્ફી લેશે તો પહેલાં હાથીનો તમાચો યાદ કરશે. તો હવે સોશિયલ મીડિયામાં છોકરીનાં બચાવમાં અમુક લોકો સરકારી વકીલ બની ગયા છે.

જોકે, હજી સુધી એ વાતનો ખુલાસો થઈ શક્યો નથીકે, આ વીડિયો ક્યાંનો છે પરંતુ આ તમાચાની વ્યાખ્યા કરવા સુધી આ વીડિયોને અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

READ ALSO

Related posts

રશિયા અને યુક્રેનના યુદ્ધે વિશ્વને બે જૂથમાં વહેચ્યું, ડ્રોન ભજવી રહ્યું છે મોટી ભૂમિકા

Siddhi Sheth

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર / હિમાચલ પ્રદેશમાં 24થી 25 માર્ચ સુધી વરસાદની શક્યતા, હિમવર્ષાથી રસ્તા પર બરફ જમા થઈ ગયો

Padma Patel

Supreme Court: બિલકિસ બાનોના મામલે બનાવાશે સ્પેશિય બેન્ચ, CJI ચંદ્રચૂડે કહ્યું- સાંજે કરશું વિચાર

Kaushal Pancholi
GSTV