GSTV

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

બસ

Last Updated on September 26, 2021 by Damini Patel

આ વીડિયો 25 સપ્ટેમ્બરના રોજ ભારતીય વન સેવા અધિકારી (IFS) સુપ્રિયા સાહુએ ટ્વિટર પર શેર કર્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટના નીલગિરિસની છે, જ્યાં એક બસ ડ્રાઈવરે રસ્તા પર મળેલા ઉશ્કેરાયેલા હાથી દ્વારા બસને જોરદાર ટક્કર માર્યા પછી પણ પોતાનો ગુસ્સો ગુમાવ્યો ન હતો. તેમણે પરિસ્થિતિને બુદ્ધિપૂર્વક સંભાળી અને મુસાફરોને સુરક્ષિત રાખવામાં મદદ કરી. વાસ્તવમાં આ બસ ડ્રાઈવરના વખાણ કરવામાં આવે એટલા ઓછા છે.

વિડિયોના કેપ્શનમાં સુપ્રિયા સાહુએ લખ્યું – હું નીલગિરિસના આ સરકારી બસ ડ્રાઈવરનું સન્માન કરું છું. તેમણે ત્યારેય કાબુ ન ગુમાવ્યો જયારે હાથીએ હુમલો કરી બસના કાચ તોડી નાખ્યા. આ સવારની ઘટનામાં, તેમણે મુસાફરોને સુરક્ષિત રહેવા મદદ કરી. તેથી જ કહેવાય છે કે શાંત મન કમાલ કરે છે.

1 મિનિટની આ ક્લિપમાં જોઈ શકાય છે કે રસ્તા પર હાથીને જોયા બાદ ડ્રાઈવર ઝડપથી બસની પાછળ બેસે છે અને તેને એક જગ્યાએ ઉભી રાખે છે. પરંતુ હાથી તેમની પાછળ દોડી આવે છે અને ગુસ્સામાં બસની વિન્ડશીલ્ડને પર જોરથી ટક્કર મારે છે. તેનાથી બસની વિન્ડશીલ્ડ તૂટી જાય છે. બસમાં મુસાફરો ડરી જાય છે. જોકે, બસ ડ્રાઈવર સમજદાર છે અને પોતાની સીટ પરથી ઉભો થાય છે અને બાકીના મુસાફરો સાથે બસની પાછળની બાજુએ જાય છે જેથી હાથી લોકોને દેખાતો નથી અને તે શાંતિથી ત્યાંથી નીકળી જાય છે.

Read Also

Related posts

Diwali 2021/ દિવાળી પર કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!