GSTV
Home » News » પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

ઘણીવાર લોકોને ઘર અથવા ઓફિસોમાં હાથીની મૂર્તિ રાખવાનું કહેવામાં આવે છે. જોકે, આવુ કરવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.ઘરના મુખ્ય દ્વાર પર હાથીની મૂર્તિ રાખવુ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને લોકો સાથે મળીને રહે છે.

હાથીની મૂર્તિ કેવી હોવી જોઈએ

હવે પ્રશ્ન એ રહે છે કે હાથીની મૂર્તિ કેવી હોવી જોઈએ , તો આપને જણાવી દઈએ કે જે મૂર્તિમાં હાથીની સૂંઢ નીચે તરફ હોય છે આવી મૂર્તિ લગાવવાથી પરિવારમાં સુખ-શાંતિ આવવાની માન્યતા છે. જે મૂર્તિમાં હાથીની સૂંઢ ઉપરી તરફ રહે છે એવી મૂર્તિથી ધન-સમૃદ્ધિ પ્રાપ્ત થવાની માન્યતા છે.

ઘરના બેડરૂમમાં પણ હાથીની મૂર્તિ રાખવાનું શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે અને દંપતિની વચ્ચે વાતે-વાતે વિવાદ થતો નથી. ઘરમાં હાથીના બાળકોની મૂર્તિ રાખવાનું પણ શુભ માનવામાં આવે છે.

માન્યતા છે કે આનાથી બાળકો આજ્ઞાકારી હોય છે. આવા બાળકો પોતાના માતા-પિતાનો ઘણુ આદર અને સન્માન કરે છે. સાથે જ તે સંસ્કારી પણ હોય છે. 

સ્ટડી ટેબર પર હાથીની મૂર્તિ રાખવાથી બાળકોના ભણતરથી ધ્યાન ભટકતુ નથી અને તેમના દ્વારા ભણવામાં આવેલી બાબત લાંબા સમય સુધી યાદ રહે છે.

સંતાન પ્રાપ્તિ માટે પણ હાથીની મૂર્તિને શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ માટે બેડરૂમમાં સાત હાથીઓની મૂર્તિઓ રાખવી જોઈએ. આ સાથે જ કરિયરમાં પ્રગતિ મેળવવા માટે ઘરની ઉત્તર દિશામાં હાથીની મૂર્તિ રાખવાનું સારૂ માનવામાં આવે છે.

Read Also

Related posts

સેક્સ માણવાથી થઇ ગયો ડેન્ગ્યુ, રિપોર્ટમાં આ જોઇને ડોક્ટર્સ પણ રહી ગયાં દંગ

Bansari

મોબાઈલ ધારકો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, કંપનીઓ હવે તેજીનો લાભ લેવાના મૂડમાં

Bansari

બેંકોમાં હવે પાનકાર્ડને બદલે આધારકાર્ડ પણ ચાલશે, સરકારે જુઓ બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!