GSTV

ફ્રીઝ, ટીવી અને વોશિંગ મશીન ખરીદવાનું હોય તો જલદી કરો, આ મહિનાથી વધી રહ્યો છે ભાવ

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ માર્ચ મહિનાથી રેફ્રિજરેટર, એસી, માઈક્રોવેવ ઓવન અને વોશિંગ મશીનના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કોરોના વાઇરસના કારણે ચીનથી આવતા કોમ્પોનન્ટનો પુરવઠો ઘટી ગયો હોવાથી આ બધા જ સામાનના કારણે ભાવ વધારી રહ્યા છે. LG,વોલ્ટાસ, સેમસંગ, હાયર અને પેનાસોનિક સહિતની મોટી ઉત્પાદક કંપનીએએ પોતાના તમામ મોડલના ભાવમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે પ્રીમિયમ અને મોટી કેપેસિટીના મોડલના ભાવમાં ત્રણથી ચાર હજાર રૂપિયાનો વધારો થશે.

કેટલોકનો વધારો ગ્રાહક પર લાદવામાં આવ્યો

દેશની સૌથી મોટી એસી ઉત્પાદક વોલ્ટાસ કંપનીના એમડી પ્રદીપ બક્ષીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં કેટલાંક કોમ્પોનન્ટ પરની ડ્યૂટી પણ 2.5 ટકા સુધી વધારવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં લેતા અમે કેટલોક વધારો ગ્રાહક પર લાદી રહ્યા છીએ. બજેટમાં રેફ્રિજરેટર અને એસી કોમ્પ્રેસર પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી હતી. જ્યારે વોશિંગ મશીન અને બીજા પ્રોડક્ટ્સમાં વપરાતી મોટરની ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવી છે.

રેફ્રિજરેટર અને એસીના ભાવ પણ વધશે

ભારતની સૌથી મોટી એપ્લાયન્સિસ ઉત્પાદક એલજી અને સેમસંગના સેલ્સ એક્ઝિક્યુટિવ્સે મહત્ત્વના ટ્રેડ પાર્ટનર્સને જણાવ્યું છે કે, આગામી સપ્તાહથી માઇક્રોવેવ ઓવન અને વોશિંગ મશીનના ભાવમાં ત્રણથી ચાર ટકા વધારો કરવામાં આવશે. ત્યારબાદ રેફ્રિજરેટર અને એસીના ભાવ વધશે. આ વિશે સેમસંગ અને એલજીએ કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી ન હતી. ટાટાની માલિકીની વોલ્ટાસ માર્ચથી એસીના ભાવ ત્રણ ટકા વધારશે અને ત્યારબાદ મે મહિનામાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

7 માર્ચથી વધશે ટીવીના ભાવ

પેનાસોનિકે પણ એસી માટે ભાવ વધારવાનો નિર્ણય લીધો છે અને ત્યારબાદ બીજા પ્રોડક્ટ વિશે વિચાર કરશે. હાયર દ્વારા એસી અને રેફ્રિજરેટના ભાવ 2.5 ટકાથી પાંચ ટકાની રેન્જમાં વધારાશે. હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાના પ્રેસિડન્ટ એરિક બ્રેગેન્ઝાએ જણાવ્યું કે ચીનની કોમ્પોનન્ટ ફેક્ટરીઓ હાલમાં 50 ટકા ક્ષમતાએ કામ કરે છે. ગયા સપ્તાહમાં ટીવી ઉત્પાદકોએ પણ ટીવીના ભાવમાં 7 માર્ચથી 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે એલઇડી ટીવી પેનલના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. માત્ર ડાઇકિને તે સમયે એસીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

ભારત આ મામલે ચીન પર વધુ ભાર રાખે છે

ઉલ્લેખનીય છે કે, ભારત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ કોમ્પોનન્ટના સપ્લાય માટે ચીન પર વધારે આધાર રાખે છે. એસી, ફ્રીઝ, વોશિંગ મશીનની મોટર, પ્લાસ્ટિકના ભાગ વગેરે ચીનથી આયાત કરવામાં આવે છે. કુલ બિલમાં આયાતી મટિરિયલનો હિસ્સો લગભગ 70થી 75 ટકા જેટલો હોય છે.

READ ALSO

Related posts

કોરોના યુદ્ધમાં કેજરીવાલ સરકારનો 5-T પ્લાન, આ રીતે દિલ્હીની જનતા વાયરસને આપશે માત

Ankita Trada

ખેડૂતો આનંદો: સરકારે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના, 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળ્યો લાભ

pratik shah

WhatsApp Forwarded Message: હવે ફક્ત આટલા વ્યક્તિ સુધી જ મોકલી શકાશે ફોરવર્ડેડ મેસેજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!