GSTV

મોંઘવારીની વધુ એક માર જીલવા તૈયાર રહો, દવાઓ બાદ હવે TV, AC અને ફ્રિઝ થશે મોંઘા

ટૂંક સમયમાં ટીવી, એર કન્ડીશનર, રેફ્રિઝરેટર, સ્માર્ટફોન સહિતની ઈલેક્ટ્રોનિક ચીજોના ભાવમાં વધારો થઈ શકે છે. કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહેલા ચીનમાંથી આયાત થનારા સ્પેરપાર્ટ્સ અને ફિનિશ્ડ ઉત્પાદનોનો પૂરવઠો ઓછો થતાં આ ભાવ વધારો થઈ શકે છે. આ કિંમતો આ મહિનાથી જ વધી શકે છે.

કેટલી વધશે કિંમત?

આ અંગે વરિષ્ઠ ઉદ્યોગ અધિકારીઓએ જણાવ્યું છે કે, કંપનીઓ ડિસ્કાઉન્ટ અને પ્રમોશનલ ઓફર્સમાં ઘટાડો કરી રહી છે, જેનાથી ભાવમાં 3થી 5 ટકાનો વધારો થશે. ટીવી જેવા કેટલાક ઉત્પાદનોની કિંમતોમાં 7થી 10 ટકાનો વધારો થઈ શકે છે, કારણ કે ટીવીના મુખ્ય સ્પેરપાર્ટ્સ તેમજ ટીવી પેનલની તીવ્ર અછત સર્જાતા આંતરરાષ્ટ્રીય કિંમતો પહેલાથી 15-20 ટકા વધી ગઈ છે.

ચીનમાં એપલનો કારોબાર-વેચાણ ઠપ

iPhone બનાવતી કંપની પણ આ વાયરસનો સામનો કરી રહ્યું છે. કંપનીએ આશંકા વ્યક્ત કરી છે કે, ચીનમાં કોરાના વાયરસના સંક્રમણની સીધી અસર પણ કંપનીની કમાણી પર પડી રહી છે. એપલે એક નિવેદન બહાર પાડતાં જણાવ્યું છે કે, ચીનમાં કોરોના વાયરસના કારણે આઇફોનની કમાણીમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. માર્ચમાં પૂરા થતાં ક્વાર્ટરમાં કંપનીએ આશરે 63-67 અબજ ડોલરની આવકનો લક્ષ્યાંક મુક્યો હતો, જોકે ચીનમાં મોબાઇલ નિર્માણમાં આવેલા અચાનક વિક્ષેપના કારણે આખા વિશ્વમાં સપ્લાય પર અસર પડી છે. કંપનીનું કહેવું છે કે, અમે અમારા આવકના લક્ષ્યાંકને પૂર્ણ કરી શકીશું નહીં. આ બાબતથી સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે, જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી કોરોના વાયરસનો ચેપ ફેલાતાં જ ચીનમાં મોબાઇલ ફોન બનાવવાનું કામ પ્રભાવિત થવા લાગ્યું. એપલે સાવચેતીના પગલાંરૂપે ચીનમાં તેની ફેક્ટરીઓ બંધ કરવી પડી હતી. વાયરસની અસર એટલી ખતરનાક છે કે, કંપનીએ તેના તમામ મોબાઇલ સ્ટોર્સ ચીનમાં બંધ રાખવા પાડ્યા છે. જેથી વિશ્વના સૌથી મોટા મોબાઇલ માર્કેટમાં કંપનીએ ભારે નુકસાની ભોગવવી પડી છે.

સેલ્સ સપોર્ટ એમાઉન્ટ ઘટશે

જાપાની એસી કંપની ડાઇકિને રિટેલર્સને જણાવ્યું છે કે, તે સેલ્સ સપોર્ટ એમાઉન્ટ ઘટાડીને કિંમતમાં 3થી 5 ટકાનો વધારો કરશે. ડિસ્કાઉન્ટના રૂપે સેલ્સ સપોર્ટ એમાઉન્ટ અપાય છે. કંપનીના ભારત સ્થિત એમડી કે.જે.જાવાએ જણાવ્યું કે, એક્સચેન્જ રેટમાં ફેરફાર, કોમ્પ્રેસર પર તાજેતરમાં ડ્યુટીમાં થયેલા વધારા અને કોરોના વાયરસના કારણે માત્ર ચીન જ નહીં પરંતુ થાઇલેન્ડ અને મલેશિયાથી પણ સપ્લાયમાં અવરોધ સર્જાતા આવું કરવું પડશે.

ટીવીની કિંમત માર્ચથી વધશે

અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે, માર્ચમાં ટીવીની કિંમતોમાં વધારો થઈ શકે છે. કોડક અને થોમસનના ટીવી વેચનારા સુપર પ્લાસ્ટ્રોનિક્સના સીઈઓ અવનીતસિંહ મારવાહે જણાવ્યું કે, ઓછા સ્ટોકને કારણે અમે ડિસ્કાઉન્ટ બંધ કર્યું છે. શાઓમીએ ગત સપ્તાહે સ્માર્ટફોન મોડેલની કિંમત 500 રૂપિયા વધારી હતી, જ્યારે કેટલાક બ્રાન્ડ્સે કહ્યું હતું કે, તેઓ તેની અસર જાતે સહન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

આ દેશના સ્વાસ્થ્ય મંત્રી લોકડાઉન તોડીને પરિવાર સાથે ફરવા નીકળ્યા, પીએમએ છીનવી લીધુ પદ

Ankita Trada

30મી એપ્રિલ સુધી રાજ્યમાં શાળા- કોલેજો રહેશે બંધ, આ સરકારે લોકડાઉન ખૂલે પહેલાં કરી દીધી જાહેરાત

Nilesh Jethva

મોદી સરકારની ધમાકેદાર સ્કીમ! ઘરે બેઠા દર મહિને મળશે 5 હજાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!