GSTV

કામના સમાચાર/ હવે ગ્રાહકોને મળશે નવો પાવર, માત્ર 2 ડોક્યૂમેન્ટ્સથી મળી જશે વિજળી કનેક્શન

દેશભરના વિજળી યુઝર્સને નવી પાવર મળનારી છે. સરકારે પ્રથમ વખત વિજળી ઉપભોક્તાઓને અધિકારો માટે નવા નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. સરકારનું કહેવુ છે કે, વિજળી ગ્રાહકોના કારણે જ પાવર સેક્ટર છે. દેશના નાગરિકોને વિજળી ઉપલબ્ધ કરાવ્યા બાદ તેમની સંતુષ્ટિ પર ફોકસ કરવુ મહત્વપૂર્ણ છે.

સેવાઓની ગુણવત્તાને સુધારવામાં આ

તેથી જરૂરી છે કે, સેવાઓની ગુણવત્તાને સુધારવામાં આવે. તેથી સરકાર તરફથી Electricity Rules 2020 નો કરાર તૈયાર કરવામાં આવ્યો છે. આ કરારમાં યુઝર્સને ઘણા પ્રકારની ઘણા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી.

વિજળી કપાત પર પારદર્શિતા

નવા કરાર પ્રમાણે વિજળી વિતરણ કંપનીઓને પ્રતિ વિજળી યુઝર્સ દર વર્ષે સરેરાશ વિજળી કપાત કેટલી વાર હશે અને કેટલા દૂર સુધી હશે એ નક્કી કરવાનું રહેશે.

વિજળી કનેક્શન મળવુ સરળ

  • 10 કિલોવોટ લોડ સુધી માત્ર બે ડૉક્યૂમેન્ટની જરૂરિયાત હશે, 150 કિલોવોટ સુધીના લોડ માટે કોઈ ડિમાંડ ચાર્જ માગવામાં આવશે નહી. જેથી વધારે લોકો કનેક્શન લઈ શકે છે.
  • નવા વિજળી કનેક્શન મેટ્રો શહેરમાં 7 દિવલ માટે મળી જશે. જ્યારે બીજી નગરપાલિકાઓમાં 15 દિવસ અને ગ્રામીણ ક્ષેત્રમા 30 દિવસમાં નવા વિજળી કનેક્શન મળી જશે.

ગ્રાહકોને મળશે નવો પાવર

  • વિજળી ગ્રાહકોને વિજ 60 દિવસ મોડુ આવે છે તો ગ્રાહકને વિજળી બિલમાં 2-5 ટકાની છૂટ મળશે.
  • વિજળી બિલની ચૂકવણી કેશ, ચેક, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પણ કરી શકશો, પરંતુ 1000 રૂપિયા અથવા તેનાથી ઉપરનું બિલ ચૂકવણી માત્ર ઓનલાઈન જ થશે.
  • વિજળી કનેક્શન કાપવા, બીજી વખત લેવા, મીટર બદલવા, બિલિંગ અને પેમેન્ટને લઈને નિયમ સરળ કરવામાં આવશે.
  • સેવાઓમાં મોડુ થવા પર વિજળી વિતરણ કંપનીઓ પર પેનલ્ટી/વળતરની જોગવાઈ. વળતર સીધા બિલની સાથે જોડાઈને મળશે.
  • ગ્રાહકો માટે 24×7 ટોલ ફ્રી સેન્ટર હશે. નવુ કનેક્શન લેવા, કનેક્શન કપાવવા, કનેક્શનને શિફ્ટ કરાવવા માટે મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે. સેવાઓમાં કોઈપણ પ્રકારના ફેરફાર, નામ બદલવા હો, લોડ બદલવો, મીટર બદલવુ પણ આ એપ થકી થઈ શકે છે.
  • સરકારે 30 સપ્ટેમ્બર સુધી ડ્રાફ્ટ પર કમેન્ટ્સ અને સલાહ મગાવી છે. સલાબ બાદ Ministry of Power નિયમોને અંતિ રૂપ આપશે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!