GSTV
Gujarat Government Advertisement

ઝીરો થઈ જશે વિજળીનું બિલ, ફક્ત 7500 રૂપિયામાં જ લગાવી લો આ સિસ્ટમ

વિજળી

Last Updated on September 6, 2020 by Arohi

દર મહિને વિજળીનુ બિલ આટલું વધારે કેમ આવે છે તે પ્રશ્નનો જવાબ કદાચ કોઈ પાસે નહીં હોય. માટે વિજળીનું બિલ ઓછુ કરવા માટેને જુગાડો કરવા કરતા સારૂ રહેશે કે કંઈક એવું કરવામાં આવે કે વિજળીનું બિલ જ ન આવે. જી હા… આવું થઈ શકે છે. કારણ કે તેમાં કોઈ રોકેટ સાયન્સ નથી પરંતુ ‘સોલર’ સાયન્સ છે.

સોલર એનર્જી ખૂબ ઝડપથી ગામ, જિલ્લા અને શહેરોમાં પોતાની ઘૂંસપેંઠ કરી રહ્યા છે. ભારત સરકારની અક્ષય ઉર્જાને લઈને ઘણી યોજનાઓ ચાલી રહી છે. પાણી અથવા કોલસાથી બનતા વિજળી પર આપણી નિર્ભરતા ઓછી હોય, તેના માટે કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકાર પણ સૂર્ય ઉર્જા પર સબ્સિડી આપી રહી છે. આજે ખેતરથી લઈને ઘર, ઓફિસ. ફેક્ટરીમાં તો સૂર્ણ ઉર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે. બસ, કાર અને ટ્રેનો સુધી હવે સૂર્ય ઉજાથી ચાલી રહી છે.

આ રીતે મળશે વિજળીના બિલથી છુટકારો

સોલર એનર્જી યોજનાની આ કડીમાં હરિયાણા સરકાર ઉર્જાના ક્ષેત્રમાં દરેક ઘરને આત્મનિર્ભર બનાવવા માટે સૂર્ય ઉર્જાને બઢાવો આપી રહી છે. રાજ્યના દરેક ઘરમાં સોલર પેનલ લગાવવા માટે ખાસ સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ દરેક પરિવાર ઉર્જાના મામલામાં આત્મનિર્ભર થઈ ગયો અને તેને વિજળીનું બિલ આપવાથી છુટકારો મળી જશે.

વિજળી

શું છે મનોહર જ્યોતિ યોજના?

હરિયાણા સરકારે 2017માં રાજ્યના લોકો માટે મનોહર જ્યોતિ યોજનાની શરૂઆત કરી હતી. હરિયાણા રિન્યુઅલ એનર્જી ડિપાર્ટમેન્ટ એજન્સીના સાયન્ટિફિક એન્જીનિયર પી.કે. નોટિયાલાએ જણાવ્યું કે મનોહર જ્યોતિ યોજના હરિયાણા રાજ્યના દરેક પરિવાર માટે છે. આ યોજનાનો હેતુ રાજ્યની અંદર સોલર સિસ્ટમ હેઠળ અક્ષય ઉર્જાને પ્રોત્સાહન આપવાનું છે.

મનોહર જ્યોતિ યોજનાના ફાયદા

મનોહર જ્યોતિ યોજના હેઠળ દરેક પરિવારને એક 150 વોટનું સોલર સિસ્ટમ આપવામાં આવે છે. સોલર સિસ્ટમની સાથે લીથિયમની બેટરી પણ આપવામાં આવી રહી છે. આ સિસ્ટમથી 3 LED લાઈટ, એક પંખો અને મોબાઈલ ચાર્જિંગ પોર્ટ ચલાવવામાં આવી શકે છે.

150 વોટનું સોલર પેનલ અને તમામ સામાનની કિંમત 22,500 રૂપિયા આવે છે. હરિયાણા સરકાર તેના પર 15,000 રૂપિયાની સબ્સિડી આપી રહી છે. આ રીતે ફક્ત 7,500 રૂપિયા જમા કરીને આ યોજનાનો ફાયદો ઉઠાવી શકાય છે.

વિજળી

કઈ રીતે કરી શકાય છે આવેદન?

મનોહર જ્યોતિ યોજનાનો ફાયદો લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ, બેન્ક ખાતું, હરિયાણાના રહેવાસી હોવાનું મુળ પ્રમાણ પત્ર હોવું જોઈએ. તમારૂ બેન્ક ખાતું તમારા આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ. આ યોજના હેઠળ ઘર પર સોલર પેનલ લગાવવા માટે તમારે hareda.gov.inની વેબસાઈટ પર વિઝિટ કરવાનું રહેશે. આ યોજના વિશે વધારે જાણકારી માટે ફોન નંબર 0172-2586933 પર પણ સંપર્ક કરવામાં આવી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સ્પેશિયલ ઑફર/ ફક્ત 1,099 રૂપિયામાં કરી શકશો ફ્લાઇટમાં મુસાફરી, ફટાફટ જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana

ખેડૂતોને લૂંટો: કપાસમાં હલકી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ, સરકારે ભાવ ઘટાડવાને બદલે ખાતરની થેલીનું વજન ઘટાડી નાખ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!