અમદાવાદમાં ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા બહુ મોટુ સ્વરૂપ લેવા માંડી છે. આડેધડ થતાં ટ્રાફિકના કારણે રોડ-રસ્તા સાંકડા બનતા તેમાંથી ટ્રાફિકની સમસ્યા પેદા થાય છે. આ સંદર્ભમાં મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે પાર્કિંગની પોલીસી ઘડીને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર થવા માટે મુકી છે. જે અંગે આજે ગુરૂવારે મળનારી બેઠકમાં નિર્ણય લેવાયા બાદ રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલાશે તેમ જાણવા મળે છે.

પોલીસીમાં રોડ પર થઈ જતાં પાર્કિંગને દૂર કરાવવા જણાવાયું
આ પોલીસીમાં ઇલેક્ટ્રિક દ્વિચક્રી અને ઇલેક્ટ્રિકથી ચાલતી કારને પેઇડ-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ ફીમાંથી સંપૂર્ણ મુકિત આપવાની પણ હિમાયત કરવામાં આવી છે. આ પોલીસીમાં રોડ પર થઈ જતાં પાર્કિંગને દુર કરાવવા અને કાયદેસરના પાર્કિંગમાં લોકોને વાહન પાર્ક કરવાની ફરજ પડે તે માટે તૈયાર કરવાનું પણ જણાવાયું છે.
પાર્કિંગના પ્લાનિંગ અને મેનેજમેન્ટ પર ભાર મુકવામાં આવ્યો છે. આ અંગે વાંધા સૂચનો મંગાવાયા હતા જેમાં ટ્રાફિક પોલીસ અને સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેકટ એસો.એ રસ લઇને પાર્કિંગના પ્લાનીંગમાં મદદ કરી હતી. બીજી તરફ સૌથી નબળી કડી છે, કોમર્શિયલ બિલ્ડીંગોમાં પાર્કિંગની પુરતી જગ્યા છોડાવવામાં મ્યુનિ. ટીડીઓને મળેલી નિષ્ફળતા.

અનેક બિલ્ડીંગોના પાર્કિંગના ભોંયરામાં બિલ્ડરોએ દુકાનો અને ગોડાઉનો કરી નાંખ્યા
કોમર્શિયલ સેન્ટરોમાં જેટલી ઓફિસો અને દુકાનો છે તેટલાં પ્રમાણમાં પાર્કિંગની જગ્યા છોડાઈ નથી. મોટા ભાગની જગ્યાએ મુલાકાતીઓને વાહનપાર્ક કરવા દેવામાં આવતાં નથી. અનેક બિલ્ડીંગોના પાર્કિંગના ભોંયરામાં BU પરમીશન લઈ લીધા પછી બિલ્ડરોએ દુકાનો, ઓફિસો, ગોડાઉનો બાંધી નાંખ્યા છે. આવા એક પણ બિલ્ડીંગની BU પરમીશન રદ કરાઈ નથી.
આગળના માર્જીનના ભાગમાં વાહન પાર્કિંગની જગ્યાએ સુશોભન માટે ફુવારા કરાયા હોય છે કે ફુલછોડના કુંડા મુકી દેવાયા હોય છે. જ્યાં સૌથી વધુ દુકાનો-શોપીંગ કોમ્પલેક્સ છે, ત્યાં જ પાર્કિંગનો સૌથી મોટો પ્રશ્ન હોય છે. હોસ્પિટલ, બેંકો, શૈક્ષણિક સંસ્થાઓ, બગીચા, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટો, મોલ, ધાર્મિક સ્થળો વગેરેમાં પુરતી પાર્કિંગની વ્યવસ્થા ના હોવાથી પ્રશ્નો સર્જાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત