GSTV
India News Trending

EV Charging / દેશમાં ક્યા અને કોણ સ્થાપશે 22 હજાર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન? પેટ્રોલિયમ મંત્રીએ આપી જાણકારી

દેશમાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓ HPC, BPCL, IOC દ્વારા 22000 ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે તેવુ પેટ્રોલિમ મંત્રી હરદીપ સિંહ પુરીનુ કહેવુ છે. તેમણે કહ્યુ હતુ કે આ પૈકી BPCL 7000 EV, HPCL 5000, IOC 10,000 EV લગાવશે.

વ્હીકલ

દરમિયાન સરકારે ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે તે માટે બજારોમાં પણ ચાર્જિંગ પોઈન્ટ આપવાનુ નક્કી કર્યુ છે. પેટ્રોલ પંપોને પણ આ પ્રકારના પોઈન્ટ લગાવવા માટે પરવાનગી અપાઈ છે. ભારતમાં સોલર એનર્જીને પણ મહત્વ અપાઈ રહ્યુ છે. જેના કારણે ઈલેક્ટ્રિક વ્હીકલનુ ચાર્જિંગ પણ સસ્તુ અને અસરકારક રહેશે.

પેટ્રોલ પંપોને પણ આ પ્રકારના ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવાની છુટ અપાઈ છે અને તેના માટે પેટ્રોલ પંપ સ્થાપવાના ધારા-ધોરણો પણ હળવા કરાયા છે.

ભારત 145 ગીગાવોટ સાથે વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવે છે. સોલર પીવી સેલ, ઘરો, મોલ, પાર્કિંગ સ્થળ અને ઓફિસોમાં પેનલ સિસ્ટમના માધ્યમથી ઘરેલુ ઈવી ચાર્જિંગને વધુ સસ્તું બનાવાશે.

વ્હીકલ

એક અંદાજ પ્રમાણે 70,000થી માંડીને અઢી લાખ રુપિયાના ખર્ચમાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરી શકાય તેમ છે. હાલમાં ભારતમાં એસી અને ડીસી ચાર્જિંગ સક્ષમ છે. જોકે હેવી વ્હીકલ માટે સીસીએસ અથવા કેડેમો ચાર્જર લગાવવા પડશે. ભારતમાં જોકે હાલમાં 50 કેવીથી વધારે બેટરી ધરાવતા ઈલેક્ટ્રિક વાહનો બનવાના શરુ થયા નથી.

Read Also

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV