GSTV
Business India News Trending

ઈલેક્ટ્રિક વાહનોના માર્કેટમાં ઝંપલાવ્યું દેશની જાયન્ટ કંપનીઓએ : સરકાર આપશે મોટી સહાય

ભારતને ઈલેક્ટ્રિક વાહનોના વિશ્વના ટોચના બજાર બનાવવા માટે સરકારે સહાયની જાહેરાત કરી હતી. એડવાન્સ કેમેસ્ટ્રી સેલ(ACC) બેટરી સ્ટોરેજની પીએલઆઈ સ્કીમ માટે હ્યુંડાઈ, ઓલા, રિલાયન્સની પેટા કંપની, રાજેશ એક્સપોર્ટ સહિતની કંપનીઓને એવોર્ડ આપવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર સરકારે ગુરૂવારે રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર, હ્યુન્ડાઈ ગ્લોબલ મોટર્સ, ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી અને રાજેશ એક્સપોર્ટ્સને એડવાન્સ કેમિસ્ટ્રી સેલ (ACC) બેટરી સ્ટોરેજ માટે રૂ. 18,100 કરોડની પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ રોકાણ માટે પસંદ કર્યા છે.

ભારે ઉદ્યોગ વિભાગે જણાવ્યું કે હ્યુન્ડાઈ અને ઓલા ઈલેક્ટ્રિકને 20 ગીગાવોટ અવર્સ (GWh)ની ક્ષમતા બનાવવા માટે પ્રોત્સાહન મળશે, જ્યારે રિલાયન્સ અને રાજેશ એક્સપોર્ટ્સને 5 GWh માટે સપોર્ટ મળશે.

50 GWhની પ્રસ્તાવિત ક્ષમતાની સામે આ સ્કીમમાં લાભ મેળવવા 10 કંપનીઓ તરફથી પ્રસ્તાવો રજૂ થયા હતા જેમાં કુલ 130 GWh ક્ષમતા માટેના પ્રપોઝલ આવ્યા હતા. વેઈટ લિસ્ટમાં બાકીની પાંચ કંપનીમાં લાર્સન એન્ડ ટુબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અમરા રાજા બેટરીઝ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયા પાવર કોર્પ શામેલ છે જેમણે 43 GWh ક્ષમતા માટે અરજી કરી હતી. રિલાયન્સે પણ 20 GWh માટે અરજી કરી હતી પરંતુ તેના માત્ર 5 GWh મંજૂર કર્યા છે, જ્યારે 15 GWh “વેઈટ લિસ્ટ”માં છે.

પીએલઆઈ યોજના હેઠળ ઉત્પાદન એકમ બે વર્ષના સમયગાળામાં સ્થાપિત કરવાનું રહેશે. ત્યારબાદના પાંચ વર્ષમાં ભારતમાં ઉત્પાદિત બેટરીના વેચાણ પર પ્રોત્સાહન આપવામાં આવશે. આ સ્કીમનો મુખ્ય હેતુ દેશમાં બેટરીની કિંમતો ઘટાડવા માટે અદ્યતન કેમેસ્ટ્રી સેલના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે, જે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં પણ ઘટાડો કરશે.

ભારે ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર તે આખરે ક્રૂડ ઓઇલની આયાતમાં સંભવિત ઘટાડા તરફ દોરી જશે અને રાષ્ટ્રીય ગ્રીડ સ્તરે નવીનીકરણીય ઊર્જાનો હિસ્સો પણ વધારશે તેવી અપેક્ષા છે. પાંચ વર્ષમાં 2થી 2.5 લાખ કરોડ રૂપિયાનું ઈમ્પોર્ટ બિલ ઘટવાની સંભાવના છે. આ યોજના માત્ર ઘરેલું ક્ષમતાને જ નહીં પરંતુ ઇલેક્ટ્રિક વાહનો અને સ્ટેશનરી સ્ટોરેજ બંને માટે બેટરી સ્ટોરેજની માંગને પણ વેગ આપશે.

READ ALSO

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV