GSTV

મોકો/ ટુ-વ્હીલર લેવાનો પ્લાન હોય તો આનાથી સારી ઑફર ફરી નહીં મળે, આ કંપનીઓએ 18 હજાર રૂપિયા સુધી ઘટાડી દીધી કિંમતો

કિંમતો

Last Updated on June 17, 2021 by Bansari

સરકાર તરફથી FAME-IIયોજનામાં ફેરફાર થયા બાદ હવે ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીઓએ ભાવ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. દેશની અગ્રણી ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદન કરતી કંપનીઓ ટીવીએસ મોટર્સ, એથર એનર્જીએ તેમના ઇ-સ્કૂટર્સના ભાવ ઘટાડ્યા છે. સરકારના આ પગલાનો સીધો ફાયદો તે ગ્રાહકોને મળશે જેઓ નવું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માગે છે.

સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટેની સબસિડીમાં વધારો કર્યો

કેન્દ્ર સરકારે FAME-II (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India) યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ પર સબસિડીમાં 5૦% જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે ટુ-વ્હિલર ઇલેક્ટ્રિક ઉત્પાદકો માટેની સબસિડી વધારીને વાહન દીઠ કેડબલ્યુએચ 10,000 રૂપિયાથી વધીને 15,000 રૂપિયા પ્રતિ કેડબ્લ્યુએચ કરી દીધી છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે પ્રોત્સાહન વાહનની કિંમતમાં 40 ટકા કરવામાં આવ્યું છે, જે અગાઉ 20 ટકા હતું.

કિંમતો

TVS Motor iQube ના ભાવમાં ઘટાડો

FAME-II માં મળેલી સબસિડી બાદ TVS Motor એ iQube ઇલેક્ટ્રિક સ્કૂટરના ભાવ ઘટાડ્યાં છે. કંપનીએ સ્કૂટરની કિંમતોમાં સીધો 11,250 રૂપિયાનો ઘટાડો કર્યો છે. iQubeના લેટેસ્ટ વર્ઝનની કિંમત દિલ્હીમાં 100,777 રૂપિયા અને બેંગલોરમાં 110,506 રૂપિયા છે. જેની કિંમત દિલ્હીમાં પહેલા 112,027 રૂપિયા હતી અને બેંગલોરમાં 121,756 રૂપિયા હતી. આ બંને કિંમતો ઇ-સ્કૂટરની ઓનરોડ છે.

Ather 450X  પણ સસ્તુ

બેંગલોરની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની Ather એનર્જીએ પોતાના સ્કૂટર Ather 450Xના ભાવ ઘટાડી દીધા છે. કંપનીએ તેના પર આશરે 14,500 રૂપિયા ઘટાડી દીધાં છે. કપાત બાદ બેંગલોરમાં Ather 450Xની નવી એક્સ શૉરૂમ કિંમત 1,44,500  રૂપિયા છે જ્યારે દિલ્હીમાં તેની કિંમત 1,32,426 રૂપિયા થઇ ગઇ છે. આ જ રીતે 450 Plusની બેંગલોરમાં એક્સ શૉરૂમ કિંમત 1,25,490 રૂપિયા છે જ્યારે દિલ્હીમાં હવે તેની કિંમત ઘટીને 1,33,416 રૂપિયા થઇ ગઇ છે.

કિંમતો

Okinawa Autotechએ ઘટાડ્યા ભાવ

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવતી કંપની Okinawa Autotechએ બુધવારે કહ્યું કે તેણે પોતાના સમગ્ર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં જ કપાત કરી છે. કંપનીએ ઇ-સ્કૂટર્સની કિંમતોમાં 7,209થી લઇને 17,892 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ કપાત તાજેતરમાં જ FAME II પોલીસી બાદ કરવામાં આવી છે. કંપનીના Praise+ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત હવે 99,708 રૂપિયા થઇ ગઇ છે, જે પહેલા 1,17,600 રૂપિયા હતી. જ્યારે Praise Proની નવી કિંમત ઘટીને 76,848 રૂપિયા થઇ ગઇ છે જે પહેલા 84,795  રૂપિયામાં વેચાઇ રહી હતી. એટલે કે પૂરા 7,947 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Read Also

Related posts

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah

કહાની ઘર ઘર કી / સાસુ-વહુના કજિયાએ ઉગ્ર સ્વરૃપ ધારણ ધર્યું, બુધેલ ગામે વેવાઈ વિફર્યા, મારામારીમાં પાંચ ઈજાગ્રસ્ત

Zainul Ansari

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટને 13 વર્ષ : શરીરના ઘા રૂઝાયા પણ પરિવારના સભ્યો ગુમાવ્યા એની ખોટ કોણ ભરપાઈ કરશે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!