GSTV
Gujarat Government Advertisement

હવે ડ્રાઇવિંગ લાઇસન્સની ઝંઝટને કહો ‘બાય’, ડોક્યૂમેન્ટ વિના ચલાવી શકો છો આ 5 ઇલેક્ટ્રિક સ્કૂટર

ઇલેક્ટ્રિક

Last Updated on April 14, 2021 by Dhruv Brahmbhatt

Hero Electric Flash E2 ભારતમાં સૌથી સસ્તી લિથિયમ આયન બેટરી દ્વારા ચાલતુ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ ઈ-સ્કૂટર 25 કિમી પ્રતિ કલાકની સ્પિડે દોડી શકે છે અને તેનું વજન માત્ર 69 કિલો છે. ઈ-સ્કૂટર એક વખત ચાર્જ કરવા પર 65 કિલોમિટર સુધી ચાલી શકે છે અને બેટરીને ફુલ ચાર્જ થવા પર 4-5 કલાક લાગે છે.

ઇલેક્ટ્રિક

Ampere REO Elite

Ampere REO Elite એક પારંપરિક દેખાતું ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેમાં Honda Dio જેવા દેખાતા એપ્રન માઉન્ટેડ હેડલેમ્પ આપવામાં આવ્યા છે. તેમાં પ્રીમિયમ લૂકવાળું એલઈડી હેડલેમ્પ અને ટેલલાઇટ, ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ, ફ્રન્ટ એપ્રન પૉકેટ અને યૂએસબી ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે. તે 25 કિમી પ્રતિ કલાકની સ્પિડે દોડી શકે છે. લિથિયમ આયન બેટરી પેકથી સજજ વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 60 કિમી ચાલવામાં સક્ષમ છે.

Okinawa Lite

Okinawa Lite ભારતમાં ઉપલબ્ધ ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જે ફંકી ડિઝાઇન અને ઓલ એલઈડી હેડલેમ્પ, ઓલ-ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, એલઈડી ટેલલેમ્પ અને એલઈડી ઇન્ડિકેટર્સ જેવા ફિચર્સ સાથે ઉપલબ્ધ છે. આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 60 કિમી ચાલી શકે છે. ઓકિનાવા લાઇટને ફુલ ચાર્જ થવામાં 4-5 કલાકનો સમય લાગે છે અને તે 25 કિમી પ્રતિ કલાકની સ્પિડથી ચાલી શકે છે.

ઓકિનાવાના બીજા એક સ્કૂટર Okinawa R30 લાઇસન્સ, પીયૂસી, રજિસ્ટ્રેશન અને ઇન્શ્યોરન્સ વગર ચલાવી શકાય છે. આ સ્કૂટર 30 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડથી ચાલવામાં સક્ષમ છે અને તે ફુલ ચાર્જ પર 60 કિમી સુધી ચાલી શકે છે.

ઇલેક્ટ્રિક

Hero Electric Optima

હિરો ઇલેક્ટ્રોનિક સેગમેન્ટમાં કામ કરી રહ્યું છે. Hero Electric Optima E5, 48V / 28Ah લિથિયમ-આયન બેટરીથી ચાલે છે. તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે. ઈ સ્કૂટરને એક વખત ચાર્જ કરવા પર 65 કિમી સુધી ચાલી શકે છે. સ્કૂટર લાઇટ છે અને તેનું વજન 68 કિલો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!