GSTV

Techo Electra લાવી ઈલેક્ટ્રિક મોપેડ, ફુલ ચાર્જ પર ચાલશે 60-70 કિમી

Techo Electra એક નવું ઇલેક્ટ્રિક મોપેડ લાવ્યું છે. તે Techo Electra Saathi નામથી રજૂ કરવામાં આવી છે. તેની કિંમત 57,697 રૂપિયા (પુણેમાં ઓન રોડ) છે. આ ઇલેક્ટ્રિક મોપેડ કંપનીની વેબસાઇટ પરથી બુક કરાવી શકાય છે. Techo Electra Saathiની ડિલિવરી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં શરૂ થશે.

ટેકો ઇલેક્ટ્રાનું આ ઇલેક્ટ્રિક મોપેડ ઘણા સારા ફીચર્સથી લેંસ છે. તેમાં એલઇડી હેડલાઇટ, સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ, એન્ટી-થેફ્ટ એલાર્મ, સ્માર્ટ રિપેર ફંક્શન, ફ્રન્ટ અને રીઅર બાસ્કેટ્સ અને ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ છે. ‘સાથી’ મોપેડમાં બંને બાજુ ટેલિસ્કોપિક સસ્પેન્શન, બ્લેક એલોય વ્હીલ્સ, 10 ઇંચના ટ્યુબલેસ ટાયર અને ડ્રમ બ્રેક્સ પણ આપવામાં આવ્યા છે.

રેંજ અને ચાર્જિંગ સમય

ટેકો ઇલેક્ટ્રા દાવો કરે છે કે સાથી મોપેડ એકવાર પૂર્ણ ચાર્જ થયા પછી 60-70 કિ.મી. સુધી ચાલશે. તેમાં BLDC મોટર અને 48V 26 Ah Li-ion બેટરી આપવામાં આવી છે. મોપેડનું વજન બેટરી વિના 50 કિગ્રા કરતા ઓછું છે. તેની બેટરીને સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં 3-4 કલાકનો સમય લાગશે.

12 રૂપિયામાં 60 કિ.મી.

કંપનીનો દાવો છે કે તે સાથી મોપેડને ચાર્જ કરવામાં માત્ર 1.5 યુનિટ વીજળી લાગશે. આ રીતે, તે ફક્ત 12 રૂપિયાના ખર્ચે 60 કિ.મી. સુધી દોડશે. જ્યારે, તેની ટોપ સ્પીડ પ્રતિ કલાક 25 કિલોમીટર છે.

સાઈઝ

ટેકો ઇલેક્ટ્રા સાથીની લંબાઈ 1720mm,પહોળાઈ 620mm અને ઉંચાઈ 1050mm છે. તે સ્ટીલ-રેનફોર્સ્ડ ચેસિસ પર આધારિત છે. માર્કેટમાં તેની ટક્કર Gemopai Miso સાથે થશે.

READ ALSO

Related posts

હવે Dettolથી પણ તપાસી શકશો pregnancy test, જાણો કેવી રીતે જાણી શકાશે તેનું રિઝલ્ટ

Mansi Patel

હોસ્પિટલના વોર્ડબોયનું કોરોના રસી લીધા બાદ મોત : સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો આ ખુલાસો, પરિવારનો વેક્સિનથી મોતનો આક્ષેપ

Karan

અમદાવાદ: રસી લેનાર લાભાર્થીઓમાં ન મળી કોઈ આડઅસર, મેડિકલ કાઉન્સિલના પ્રમુખે કરી GSTV સાથે ખાસ વાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!