GSTV
Business Trending

શાનદાર તક / ઇલેક્ટ્રિક વ્હીકલ ધરાવતા લોકો માટે ખુશખબરી, હવે માત્ર 2500માં ઘરે જ સ્થાપી શકાશે ચાર્જિંગ સ્ટેશન

દેશમાં ઈંધણમાં થયેલા ભાવ વધારા વચ્ચે ઇલેક્ટ્રિક વાહનો સાથે સરકાર ચાર્જિગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હવે આ ક્રમમાં સરકારે પહેલ પણ શરૂ કરી દીધી છે. હવે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર લગાવવા માટે ફક્ત 2500 રૂપિયા ખર્ચવા પડશે.

દિલ્હીના પરિવહન મંત્રી ગોપાલ રાય મુજબ દિલ્હીમાં સરકાર ચાર્જિંગ સ્ટેશનો માટે પહેલા 30,000 અરજદારને 6,000 રૂપિયાની સબ્સિડી આપી રહી છે, જેનાથી દરેક ચાર્જરની પ્રભાવી ખર્ચ અંદાજે 2500 રૂપિયા થશે. રાયે જણાવ્યું દિલ્હી સરકારના આ પગલાથી ચાર્જર્સની કિંમત 70 ટકા સુધી ઓછી થઈ જશે.

હેલ્પલાઇન નંબરો પર કોલ કરી લાભ લો

દિલ્હી સરકાર મોલ, અપાર્ટમેન્ટ, હોસ્પિટલ અને શહેરના એવા અન્ય સ્થળોએ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર સહિત હળવા ઇલેક્ટ્રિક વાહનો માટે વ્યક્તિગત ચાર્જર ઇન્સ્ટોલ કરવા માટે માત્ર 2,500 રૂપિયાની રકમ વસૂલશે. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે સિંગલ વિંડો સુવિધા શરૂ કરતા આ જાહેરાત કરી કે ગ્રાહકો સંબંધિત ડિસ્કોમ પોર્ટલ પર જઇ અથવા ખાનગી ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના માટે હેલ્પલાઇન નંબરો પર કોલ કરી લાભ લઇ શકે છે.

આવી રીતે કરી શકો છો કરજી

  • અરજી કરવા માટે સૌથી અપહેલા અરજદારને પોર્ટલ પર જવાનું રહેશે
  • સરકાર તરફથી વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવેલા ચાર્જરમાંથી તમે ચાર્જર પસંદ કરી શકો છો.
  • તમે આ ચાર્જરની કિંમતની તુલના પણ કરી શકો છો અને તેને ઓનલાઇન અથવા ફોન કોલના માધ્યમથી ઓર્ડર કરી શકો છો.
  • અરજી જમા કર્યાના કામના સાત દિવસોની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જર સ્થાપિત અને સંચાલન કામ પૂર્ણ થઈ જશે.

બે વિકલ્પો સાથે હશે ઉપલબ્ધ

અરજદારો ઓછા EV ટેરિફનો લાભ લેવા માટે નવા વીજ કનેક્શન (પ્રી-પેઇડ મીટર સહિત)નો વિકલ્પ પસંદ કરી શકે છે અથવા વર્તમાન કનેક્શન સાથે ચાલુ રાખી શકે છે. દિલ્હી ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ કમિશન (DDC)ના વાઈસ-ચેરમેન જસ્મીન શાહના જણાવ્યા અનુસાર ભારતમાં પ્રથમ વખત મોલ, ઓફિસો, રહેણાંક સોસાયટીઓ, કોલેજોમાં ખાનગી ચાર્જર લગાવવા માટે સિંગલ વિન્ડો સુવિધા કરવામાં આવી રહી છે. આ EV ચાર્જિંગ પોઈન્ટ્સ દ્વારા વપરાશમાં લેવાતી વીજળી માટે સરકાર દ્વારા નિર્ધારિત ટેરિફ રેટ 4.5 રૂપિયા પ્રતિ યુનિટ છે.

Read Also

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV