GSTV

47 હજાર રૂપિયા ડાઉનપેમેન્ટ ભરી ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Last Updated on June 19, 2021 by Zainul Ansari

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કારની ડિમાંડ ઝડપથી વધી રહી છે. કાર મેન્યુફેક્ચરર કંપનીઓ પણ આ સેગમેન્ટ પર વિશેષ ધ્યાન આપી રહી છે. જો તમારુ બજેટ 5 લાખ રૂપિયા છે અને તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો મુંબઈની સ્ટાર્ટઅપ કંપની સ્ટ્રોમ (Strom) મોટર્સની મિની ઇલેક્ટ્રિક કાર સ્ટ્રોમ R3 પર વિચાર કરી શકો છો.

આ કારના 2-Door (Electric) વેરિઅન્ટને તમે 47 હજાર રૂપિયાના ડાઉનપેમેન્ટ પછી ઘરે લઇ જઇ શકો છો. ખાસ વાત એ છે કે આ કાર ત્રણ કલાકમાં ફુલ ચાર્જ થઇ જાય છે અને અંદાજે 200 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે.

આ કારની કુલ કિંમત 4,73,309 છે. ડાઉનપેમેન્ટ પછી તમને કુલ 4,26,309 રૂપિયાની લોન લેવી પડશે, જેના પર 9.8 ટકા વ્યાજદર લાગૂ થશે. આ લોન તમારે 5 વર્ષમાં ચુકવવી પડશે.

પાંચ વર્ષ દરમિયાન તમારે કુલ 5,40,960 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે, જેમાં 1,14,651 રૂપિયા વ્યાજ હશે. તમારે દર મહિને 9,016 રૂપિયાની ઈએમઆઈની ચુકવણી કરવાની રહેશે. જો તમે ઇચ્છો છો કે ઈએમઆઈનો બોજો હલ્કો હોય, તો તમે 7 વર્ષ માટે પણ લોન લઇ શકો છો.

આ દરમિયાન તમારે કુલ 5,90,772 રૂપિયા ચુકવવા પડશે, જેમાં 1,64,463 રૂપિયા વ્યાજ હશે. તમને દર મહિને 7,033 રૂપિયા હપ્તો ભરવો પડશે. આ કારની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક છે. તેમાં તમને પાવર વિંડોઝ ફ્રન્ટ, ફોગ લાઇટ્સ ફ્રન્ટ, એર કંડીશનર અને અલોય વ્હીલ્સ મળશે.

Read Also

Related posts

વાયરલ વિડીયો / વ્યક્તિની પાછળ પડયું શાહમૃગ, જનતાએ કહ્યું – જો આનાથી બચવું હોય તો ભાગો…

Vishvesh Dave

ઈન્ટરનેટ/ મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલ નંબર વન, જાણો કયા દેશના લોકો મોબાઈલ પર કરે છે સૌથી વધારે સમય પસાર

Zainul Ansari

જલદી કરજો/ જો આઈફોન 12 ખરીદવા માંગતા હો તો તમારા માટે સુંદર તક, 12 હજાર રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે એપલનું આ મોડલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!