ભારતમાં ઈલેક્ટ્રિક કારમાં આગ લાગવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો આવ્યો છે. આ આગ ટાટાની પોપ્યુલર અને સૌથી વધુ વેચાતી SUV Tata Nexonમાં લાગી હતી. આ ઘટના 22 જૂનના રોજ મોડી રાત્રેની છે. મુંબઈના વસઈ વેસ્ટ (પંચવટી હોટલની પાસે)થી ઈવી કારમાં આગ લાગવાની ઘટનાની સૂચના મળી હતી અને ટાટા નેક્સનમાં આગ લાગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

આ ઘટના અંગે કંપનીનું નિવેદન
ગાડીમાં આગ લાગવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યા બાદ કંપનીએ નિવેદન આપ્યું છે કે, આ ઘટનાના તથ્યોની શોધ માટે હાલમાં વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ અમે વિસ્તૃત પ્રતિક્રિયા શેર કરીશું. અમે પોતાના વાહનો અને તેના ઉપયોગકર્તાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.
Tata Nexon EV catches massive fire in Vasai West (near Panchvati hotel), a Mumbai Suburb, Maharashtra. @TataMotors pic.twitter.com/KuWhUCWJbB
— Kamal Joshi (@KamalJoshi108) June 22, 2022
Tata Nexon EV ભારતમાં સૌથી વધારે વેચાતી કાર છે. દેશમાં દર મહીને ઓછામાં ઓછી 2,500-3,000 કારોનું વેચાણ થાય છે. કંપની અત્યાર સુધીમાં 30,000 Nexon EVsનું વેચાણ કરી ચૂકી છે.
આવી રીતે લાગી આગ
અહેવાલ પ્રમાણે કારના માલિકે પોતાની નેક્સન ઈવીને પોતાની ઓફિસમાં લાગેલા સામાન્ય સ્લો ચાર્જરથી ચાર્જ કરી હતી. તેમણે પોતાના ઘર તરફ લગભગ 5 કિ.મીનું અંતર કાપ્યા બાદ તેમણે કારમાંથી કંઈક વિચિત્ર અવાજ સાભળ્યો અને ડેશબોર્ડ પર ચેતવણીઓનું ઈન્ડિકેશન મળ્યું જેનાથી તેમને વાહન રોકવા અને કારમાંથી બહાર નીકળવા માટે સતર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. આગને ઓલવવા માટે બાદમાં ફાયર બ્રિગેડની ગાડિઓ બોલાવવામાં આવી હતી.
કંપનીએ જણાવ્યું કે, લગભગ 4 વર્ષમાં 30,000થી વધુ ગાડીઓએ 1 મિલિયન કિમીથી વધુ અંતર કાપ્યા બાદ આ પ્રથમ ઘટના સામે આવી છે.
દેશમાં બેટરીના કારણે અનેક ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં સરકારને ઓલા ઈલેક્ટ્રિક, પ્યોર ઈવી ટેક, એથર એનર્જી અને ઓકિનાવા જેવી ઈવી નિર્માતાઓ સાથે સબંધિત ઘટનાઓની તપાસ શરૂ કરવી પડી છે.