અમદાવાદ સહિત રાજ્યમાં આજથી તા. 16 ડિસેમ્બરથી તા.15 જાન્યુઆરી વર્ષ 2020 સુધીના એક માસ માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાનાર છે. જેમાં નામ નોંધણી, નામ કમી, સુધાર-વધારા, મતક્ષેત્રના એક ભાગમાંથી બીજા ભાગમાં જવું સહિતના કામો માટે અરજી કરી શકાશે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આ માટે તમામ અધિકારીઓને સુચના આપીને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારકાર્ડલક્ષી તમામ કામો હાથ પર લઇને પુરા કરવાની સુચના આપી છે.
અમદાવાદ જિલ્લાના ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ ત્રણ રવિવાર એટલેકે તા. 22 ડિસેમ્બર, 5 જાન્યુઆરી અને 12 જાન્યુઆરીના રોજ ખાસ ઝૂંબેશ હાથ ધરાશે. જેમાં જેતે વિસ્તારના મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફિસર મૂકાશે. જે ફોર્મ લેવા, ભરવા સહિતની કામગીરી કરી આપશે.

મતદારયાદીમાં નામ છે કે કેમ તે અંગેની પણ ચકાસણી કરી શકાશે. કલેક્ટર કચેરી, મ્યુનિ.કોર્પોરેશનની વોર્ડ ઓફિસ, ગ્રામપંચાયતની કચેરી, પ્રાંત અધિકારી-મામલતદાર કચેરી અને મ્યુનિ.કચેરી ખાતે આ કામગીરી એક માસ માટે ચલાવાશે.
મતદાર તેના નામ, ફોટા ની વિગતો રૂબરૂમાં ચકાસણી કરી શકશે. તા.1-1-2020 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનું નામ નોંધવા માટે ઉંમર તથા રહેઠાણના પુરાવા સાથે અરજી કરવાની રહેશે.

મતદારો તેમની વિગતો ચૂંટણીપંચવી વેબસાઇટ તેમજ મોબાઇલ એપ્લિકેશન ‘ લોટર હેલ્પલાઇન’ પરથી પણ ચકાશી શકશે.તેમજ એસએમએસ દ્વારા પણ વિગતોની ચકાસણી થઇ શકશે. હેલ્પલાઇન નંબર 1950 ઉપરથી પણ કોઇપણ પ્રકારની માહિતી માટે માર્ગદર્શન મળી રહેશે.
Read Also
- રામ નવમી 2023: ભગવાન રામનું પ્રસિદ્ધ મંદિર, જ્યાં માત્ર દર્શન કરીને વરસે છે રામલલાના આશીર્વાદ
- Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો
- આત્મસમર્પણની અટકળો વચ્ચે અમૃતપાલનો એજન્સીઓને ખુલ્લો પડકાર, ‘જે કરવું હોય એ કરી લો મારો વાળ પણ વાંકો નહીં કરી શકો’
- બાપ રે! ઘાતક કોરોનાનો ભરડો વધ્યો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી
- કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું