GSTV
Home » News » ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે 5 જુલાઇના દિવસે યોજાશે ચૂંટણી

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે 5 જુલાઇના દિવસે યોજાશે ચૂંટણી

ગુજરાત રાજ્યસભાનું ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું છે. 5 જુલાઇના દિવસે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. 5 જુલાઈના દિવસે જ મતગણતરી કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બન્ને રાજ્યસભાના સાંસદ હતા. પરંતુ ગત લોકસભાની ચૂંટણીમાં તેઓ વિજયી બનતા બે સીટો માટે રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. વર્તમાન ગણતરી પ્રમાણે ભાજપને એક જ રાજ્યસભાની સીટ મળે તેમ છે. પરંતુ સુત્રોના જણાવ્યાં પ્રમાણે ભાજપ બન્ને સીટો જીતવા માટે પ્રયત્નશિલ છે.

લોકસભા ચૂંટણીમાં તો ભાજપે પ્રચંડ બહુમતી મેળવી લીધી પરંતુ હવે રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. અને પક્ષની રણનીતિ પ્રમાણે અત્યારથી જ મહેનત ચાલુ કરી દીધી છે. હાલની સ્થિતિએ ભાજપને બન્ને સીટો જીતવા 16 જેટલા ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવુ પડશે. એટલે કે વધુ એક વખત ભાજપ ગઠજોડ કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

ગુજરાતમાં રાજ્યસભાના 2 સાંસદો માટે ચૂંટણી થવાની છે. અને પ્રત્યેક બેઠક જીતવા 60 -60 વોટની જરૂર પડે. સીધી રીતે જ જો મતદાન થાય તો બન્નેને એક એક સાંસદો મળે. પરંતુ ભાજપના સુત્રો કહી રહ્યા છે કે બન્ને સીટો કબ્જે કરવા ભાજપ તમામ પ્રયાસો કરી રહ્યુ છે. ભાજપને જો બન્ને સીટો જીતવી હોય તો કુલ 121 મતો જોઈએ. અને ભાજપ પાસે સંખ્યાબળ 105 જેટલુ છે.

ભાજપને 16 જેટલા ધારાસભ્યોના મત ખૂટી રહ્યા છે ત્યારે હવે સવાલ ક્રોસ વોટિંગનો ઉભો થાય છે. એક ગણતરી એવી છે કે ભાજપ કોઈ પણ ધારાસભ્યોને તોડશે નહી પરંતુ તેમની પાસે ક્રોસ વોટિંગ કરાવશે. થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ધારાસભ્યને કોંગ્રેસના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવાની જવાબદારી સોંપાઈ છે. સુત્રોના મતે ભાજપે જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના પ્રભૂત્વવાળી સીટ પર મીટ માંડી છે.

READ ALSO


Related posts

ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક ઘરોમાં ઘુસ્યા પાણી

Nilesh Jethva

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!