GSTV
Home » News » 7થી 10 માર્ચમાં EC 2019ની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે, આ રાજ્યની પણ ચૂંટણી સાથે થઈ શકે છે

7થી 10 માર્ચમાં EC 2019ની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે, આ રાજ્યની પણ ચૂંટણી સાથે થઈ શકે છે

ચૂંટણી પંચે હવે ગણતરીના દિવસોમાં જ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. સૂત્રોની માહિતી મુજબ 7 માર્ચથી 10 માર્ચ વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતાઓ છે. લોકસભાની સાથે આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીઓની પણ જાહેરાત થઈ શકે છે. તો જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પણ લોકસભાની સાથે જ યોજાઈ શકે છે.

આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. પાછલી કેટલીક ચૂંટણીઓમાં પણ તારીખોની જાહેરાત કરવાને લઈ ચૂંટણી પંચ સતત વિપક્ષી પાર્ટીઓના નિશાને રહ્યું છે. 2014માં લોકસભાની ચૂંટણી 7 એપ્રિલથી 12 મે વચ્ચે 9 તબક્કામાં કરવામાં આવી હતી. અને 16 મે 2014ના દિવસે પરિણામ જાહેર થયા હતા. જેમાં મોદી સરકારને બહુમતી સાથે મોટી જીત મળી હતી. અને 26 મેએ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતા.

Related posts

‘અરે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવું જોઈએ’ : રંજન ચૌધરીનો કટાક્ષ

Mayur

કાશ્મીરની સ્થિતિ અંગે યુએનના મહાસચિવને ભ્રમિત કરવા ગયેલા મહેમૂદ કુરૈશની બાઝી મોદીના કારણે ઉલટી પડી ગઈ

Mayur

સિંધુએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ઇતિહાસ સર્જ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!