GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / ગુજરાત-હિમાચલમાં પાછી ઠેલાઈ શકે છે ચૂંટણી, આ મહિનામાં યોજાવાની શકયતા

કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે પણ બંને રાજ્યોમાં ભાજપ માટે કપરાં ચઢાણ હોવાથી ડીસેમ્બરના બદલે જાન્યુઆરીના અંત કે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય એવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે.

જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી આ બંને રાજ્યોની સાથે યોજવા મુદ્દે પણ મોદી સરકાર હજુ અવઢવમાં છે. સૂત્રોનો દાવો છે કે, જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીના બહાને ગુજરાત અને હિમાચલની ચૂંટણી પાછળ ઠેલી દેવાશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે ગુરૂવારથી હિમાચલ પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે ઉપડી ગયા છે અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓને મળીને તૈયારીઓની સમીક્ષા શરૂ કરી દીધી છે.

હિમાચલ પ્રદેશનો પ્રવાસ પતાવીને રાજીવ કુમાર અને પાંડે સોમવારે ગુજરાત આવે એવી શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરી 2023ના રોજ જ્યારે ગુજરાતમાં 23 ફેબ્રુઆરી 2023ના રોજ સમાપ્ત થશે. ચૂંટણી પંચ પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થવાના છ મહિનાની અંદર ગમે ત્યારે ચૂંટણી કરાવી શકે છે.

READ ALSO

Related posts

ગુજરાત ચૂંટણી/ ભાજપ હાર્ડકોરને બદલે સોફ્ટ હિન્દુત્વના પંથે, મોદીએ આ મુદ્દાઓને સાઈડલાઈન કરી દીધા

HARSHAD PATEL

મતના ગણિત/ ભાજપ 60 લાખ આ મતદારોને કરશે ટાર્ગેટ, પીએમ મોદી કરી શકે છે સીધો સંવાદ

HARSHAD PATEL

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો! મહીસાગર જિલ્લાના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું, પંજાને છોડી જોડાયા આપમાં

pratikshah
GSTV