GSTV

લોકસભાની ઈવીઅેમથી ચૂંટણી : મોદી વિરોધીઅોને ચૂંટણી પંચે અાપ્યો સણસણતો જવાબ

Last Updated on July 16, 2019 by Alap Ramani

2019ની લોકસભા ચૂંટણી પહેલા ઈવીએમ સાથે થતી છેડછાડ મુદ્દે વિપક્ષો આક્રમક બની બેલેટ પેપર વડે ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યા છે  ત્યારે હવે ચૂંટણી પંચે ઇવીએમમાં થતી છેડછાડ અને છબરડા અટકાવવા કમર કસી છે. ચૂંટણી પંચે 2019ની ચૂંટણી માટે નવા ઇવીએમ બનાવ્યા છે. ચૂંટણી પંચનો દાવો છે કે નવા ઇવીએમ સાથે છેડછાડ કરવી બિલકુલ અશક્ય છે. એમ-3 કેટેગરીના નવા ઇવીએમમાં નવું ફિચર ઉમેરવામાં આવ્યું છે. જો ઇવીએમ સાથે છેડછાડ કરવામાં આવી તો ઇવીએમ તરત જ બંધ થઇ જશે અને તેને ફરીથી ચાલુ કરવાથી તેના પર ટેમ્પર ડિટેક્ટનો મેસેજ જોવા મળશે.

ઇવીએમમાં ગોટાળો થતાં જ કંટ્રોલ યુનિટ પર મેસેજ આવશે. નવા ઇવીએમમાં રિઅલ ટાઇમ ક્લોકની સુવિધા પણ છે. આ મશીનમાં મેન્યુઅલી ટાઇમ સેટ નહીં કરાયેલો હોય. એક વખત ઇવીએમમાં મતદાન બંધ કરી દેવાશે તો ફરીથી મતદાન નહીં થઇ શકે. નવા મશીનમાં બેટરીની ટકાવારી અને તેને બદલવાની જરૂરિયાતનો મેસેજ પણ જોવા મળશે. બેટરી બચાવવા માટે પાવર સેવિંગ મોડની સુવિધા પણ હશે. ચૂંટણી પંચે 2400 નવા ઇવીએમને ટેસ્ટિંગ માટે જલંધર મોકલ્યા છે. જ્યાં તેની પ્રાથમિક ચકાસણી ચાલી રહી છે. ઇવીએમને લઇને ચૂંટણી પંચની ભૂમિકા પર અનેક વખત સવાલો ઉઠ્યા છે. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

Related posts

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!