GSTV
Home » News » ચૂંટણી પૂર્ણ થશે એટલે નવીન પટનાયકની બીજેડી પણ એનડીએમાં સામેલ થઈ જશે

ચૂંટણી પૂર્ણ થશે એટલે નવીન પટનાયકની બીજેડી પણ એનડીએમાં સામેલ થઈ જશે

Naveen Patnaik bjd

બીજેડીમાંથી ભાજપમાં સામેલ થયેલા જય પાંડાએ લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા મહત્વનું નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, ચૂંટણીના પરિણામ બાદ નવીન પટનાયકની અધ્યક્ષતા વાળી બીજેડી એનડીએમાં સામેલ થઈ શકે છે. એનડીએ હમેશા સમાન વિચારધારા વાળી પાર્ટીનું સ્વાગત કરશે. તેમણે કહ્યુ કે, ભાજપને દેશમાં 300થી વધારે બેઠક મળવાની છે. જય પાંડાએ ત્રણ મહિના પહેલા બીજેડી સાથે છેડો ફાડ્યો હતો. અને તેઓ ભાજપમાં સામેલ થયા હતા.

આ પહેલા પણ ઓડિસાના સીએમ નવીન પટનાયકે એનડીએમાં સામેલ થવાના સંકેત આપ્યા હતા. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, જે પાર્ટી ઓડિસાના હિત માટે મહત્વના નિર્ણય લેશે તેમની સાથે બીજેડી ગઠબંધન કરી શકે છે. નવીન પટનાયકનું આ નિવેદન એનડીએ માટે સૂચક માનવામાં આવે છે. કેમ કે, આ પહેલા પણ બીજેડી એનડીએનો હિસ્સો રહી ચુકી છે.

ઉલ્લેખનીય છે કે ફાની તોફાન આવ્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાની મુલાકાત લીધી હતી. ઓડિશાની મુલાકાત સમયની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ હતી. આ સમયે ફાની તોફાનના કારણે અસરગ્રસ્ત બનેલા વિસ્તારો માટે પ્રધાનમંત્રીએ સહાય પણ આપી હતી. જેથી બીજેપી અને બીજેડી વચ્ચે મિત્રતાનો નવો સેતુ બંધાયો હતો. ત્યારે આવનારા સમયમાં જય પાંડાનું નિવેદન સત્ય પડે છે કે માત્ર મિથક રહી જાય છે તે જોવાનું રહેશે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!