GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ગુજરાતની આ બેઠક પર નિર્મલા સીતારમનના નામની પણ થઇ હતી ચર્ચા, આખરે ભાજપે પાટીદારને પસંદ કર્યા

ભાજપે છેલ્લે જાહેર કરેલી અમદાવાદ પૂર્વની બેઠક પર આખરે હસમુખ પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ ભાજપના અમરાઇવાડીના ધારાસભ્ય છે. કોંગ્રેસે આ બેઠક પરથી ગીતા પટેલને ઉમેદવારી કરાવતાં ભાજપે પણ પાટીદાર ઉમેદવારને મેદાનમાં  ઉભા રાખ્યા છે. ફિલ્મસ્ટાર પરેશ રાવલની આ બેઠક પર હવે પાટીદારો વચ્ચે જંગ ખેલાશે. ગુજરાતમાં પહેલીવાર અમદાવાદ પૂર્વની બેઠકમાં કોઇ પક્ષે પાટીદારને ટિકીટ આપી હોવાની આ પહેલી ઘટના છે, જેનું કારણ તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ છે. હાર્દિક કહે છે કે મને ચૂંટણી લડવામાં ભાજપની સરકાર આડે આવે છે પરંતુ હવે હું તેમને 26 બેઠકોમાં આડે આવીશ.

નિર્મલા સિતારામનનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું

આ ધમકીના કારણે ભાજપને પાટીદાર ઉમેદવાર ઉભો રાખવાની ફરજ પડી છે. ભાજપના આંતરિક વિરોધ છતાં ઉંઝા વિધાનસભાની બેઠક પરથી પાર્ટીએ પાટીદાર મહિલા ડો આશા પટેલને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. ભાજપે અમદાવાદ પૂર્વની બેઠકમાં ભારે સસ્પેન્સ જાળવ્યું હતું. એવી અટકળો હતી કે આ બેઠક પરથી કેન્દ્રીય ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સિતારામન ચૂંટણી લડશે. કેસી પટેલનું નામ પણ આવ્યું હતું. ગુજરાતના લોકસભા પ્રભારી ઓમ માથુરે સવારે અમદાવાદ શહેર પ્રમુખ, ધારાસભ્ય વલ્લભ કાકડીયા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શહેર પ્રમુખ જગદીશ પટેલ (હાલ મહેસાણા પ્રભારી) અને સીકે પટેલ સાથે મંત્રણા કરી હતી.

બ્રાહ્મણ ઉમેદવાર જ સાંસદ બનતા રહ્યા છે

અમદાવાદ પૂર્વ સાથે સંકળાયેલા આગેવાનો સાથે માથુરની બેઠકને કારણે દિવસ દરમિયાન અનેક પ્રકારના નવા નામો અને તર્ક વહેતાં થયા હતા. ભાજપ માટે સલામત બેઠકો પૈકી શહેરી વિસ્તારની મહત્વની બેઠક હોવાથી સ્થાનિક ભાજપના કાર્યકરોની લાગણી એવી હતી કે, સ્થાનિક ઉમેદવાર હોય તો મતદારોને ફાયદો થશે. એટલે ભાજપે બહારના ઉમેદવારની જગ્યાએ સ્થાનિક ચહેરો પસંદ કર્યો છે. અમદાવાદની બેઠકનો ઇતિહાસ છે કે મોટાભાગે બ્રાહ્મણ ઉમેદવાર જ સાંસદ બનતા રહ્યા છે ત્યારે બ્રાહ્મણને ટિકિટ આપવી જોઇએ તેવી માગણી હતી. આ સંજોગોમાં સીકે પટેલ, પૂર્વ શહેર પ્રમુખ જગદીશ પટેલ અને બ્રાહ્મણ ચહેરામાં પૂર્વ મેયર અસિત વોરા ઉપરાંત સ્થાનિક કાઉન્સિલરોએ પણ પોતાની દાવેદારી રજૂ કરી હતી. પરંતુ મોડી રાત્રે  દિલ્હીથી હસમુખ પટેલના નામની આશ્ચર્યજનક રીતે જાહેરાત થઈ હતી.

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!