જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભાની બેઠકોમાં મતદાનને લઈ આ વર્ષે મતદાન સાથે નવા અભિગમરૃપ એવા જૂનાગઢની પાંચેય વિધાનસભાઓમાં દેશના પ્રથમ એનિમલ અને હેલ્થ એમ મળી કુલ ૧૦ બુથો તૈયાર કરવા સેન્ટરની પસંદગી સાથે જરૃરી સુવિાધાઓ પૂરી પાડવા તૈયારીઓનો ધમાધમાટ હાથ ધરાયો છે.

પાંચ આરોગ્ય અને પાંચ એનિમલ બુથો ઊભા કરાશે
ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિાધાનસભા દીઠ એક એમ કુલ પાંચ આરોગ્ય અને પાંચ એનિમલ બુથો પર થનારી કામગીરી અંતર્ગત માણાવદરના કણઝા, જૂનાગઢના પ્લાસવા, વિસાવદરના મોણીયા, કેશોદના અજાબની આરોગ્ય બુથ તરીકે પસંદગી કરાઈ છે. જેમાં મત આપવા ઉપરાંત મત આપવા આવનાર મતદારો માટે મતદાન બુથથી ૨૦૦ મીટર દૂર મિનિ હોસ્પિટલ ઉભી કરાશે. આરોગ્ય વિભાગની ટીમોના અંદાજિત ૫ થી વધુ સ્ટાફ ખડે પગે રહી ડાયાબિટીસ, બીપી, બ્લડ સહિતના વિવિધ ચેકઅપ ઉપરાંત જરૃરી દવાઓ આપી મતદારોનું નિદાન કરાશે. જેમાં મતદારો ઉપરાંત ગ્રામ્યજનો પણ બુાથનો લાભ લઈ શકશે.
બુથથી ૨૦૦ મીટર દૂર મિનિ હોસ્પિટલ ઉભી કરાશે
આ ઉપરાંત વિાધાનસભા દીઠ એક મળી કુલ પાંચ એનિમલ બુથની કરાયેલ ફાળવણીમાં તાલુકાઓમાં ઉભા થનાર બુથોમાં માણાવદરમાં શેરડી ગામે, જૂનાગઢના માખીયાળા, વિસાવદરમાં વાંદરવડ, કેશોદમાં મેસવાણિયા અને માંગરોળમાં કુકસવાડાની પસંદગી કરાય છે. સૌપ્રથમ વખત થનાર આ બુથોમાં મતદારો ઉપરાંત ગ્રામજનો માટે પોતાના પાલતું ગાય, બકરી, ભેંસ, કૂતરો સહિતના પશુઓને પણ સાથે લાવી જરૃરી સારવાર કરવાની જરૃરી સુવિધા ઊભી કરાશે. મતદાન બુથથી ૨૦૦ મીટર દૂર મિનિ હોસ્પિટલ ઉભી કરાશે. જેમાં પશુઓના રસીકરણ ઉપરાંત કૃમિનાશક દવા સહિતની વિવિધ દવાઓ તથા સામાન્ય ઓપરેશનો પણ કરી પશુઓનું નિદાન કરાશે. જે માટે બે ચિકિત્સા અિધકારી, લાયઝન અધિકારી તથા વેટરનરી તબીબોની ટીમ ખડેપગે રહેશે.
મતદાન સાથે પોતાના તથા પશુના આરોગ્યની ચકાસણી
જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકોમાં આ વર્ષે દેશના સૌપ્રથમ એવા એનિમલ અને હેલ્થ બુથોમાં મતદાન કરવા જનાર મતદારોને મતદાન સાથે પોતાના તથા પશુના આરોગ્યની ચકાસણીનાં અનોખા સમન્વય થકી મતદાનનો અનોખો બમણો લહાવો મળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- PAK vs AUS : પાકિસ્તાનની ટીમ ડૉક્ટર વિના ઓસ્ટ્રેલિયા પહોંચી, અંડર-19 ટીમ પાસે મેનેજર નથી
- AMRELI / લગ્નમાં દાદા-દાદીની ખોટ વર્તાતા યુવકે બંનેની પ્રતિમા બનાવડાવી, પ્રસંગમાં સાક્ષાત હાજર રહ્યાં હોય એવું વાતાવરણ સર્જાયું
- બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા
- Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન
- “ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા