GSTV
India News ટોપ સ્ટોરી

ચૂંટણી પરિણામ બાદ સંઘે ભાજપ પર નિવેદનનો કર્યો મારો, ‘જનતા ભાજપથી ખૂશ નથી’

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે. બન્નેમાંથી એક પણ રાજ્યમાં ભાજપને બહુમત નથી મળી, જેથી હવે હરિયાણામાં હાલ ચૌટાલાના પક્ષની સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાની જાહેરાત ભાજપે કરી છે. આ સ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે ભાજપને ચેતવણી આપતા કહ્યું છે કે હરિયાણાના ચૂંટણી પરીણામો ભાજપ માટે જનતાએ આપેલી એક ચેતવણી છે.  

સંઘના મુખપત્ર પાંચજન્યમાં હરિયાણાના ચૂંટણીના પરીણામો અંગે જે અહેવાલ પ્રકાશીત કરવામાં આવ્યો છે તેમાં આ ચેતવણી આપવામાં આવી છે. આ લેખને મુખપત્રની વેબસાઇટ પર પ્રકાશીત કરવામાં આવ્યો છે અને તેનું ટાઇટલ હરિયાણામાં ભાજપને જનતાની ચેતવણી આપવામાં આવ્યું છે. આ લેખમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ પરીણામોનો એ આૃર્થ થાય છે કે જનતા સરકારથી બહુ ખુશ તો નથી પણ સરકારની વિરૂદ્ધ પણ નથી. આ પ્રકારનો જનાદેશ જનતાની ચેતવણી માનવામાં આવે છે. 

આ સાથે જ સંઘના મુખ પત્રમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે 2019ની ચૂંટણીમાં મતોની ટકાવારીમાં જે વધારો થયો તે બેઠકોમાં કેમ ન ફેરવાયો? આ લેખમાં ભાજપની કેટલીક નબળાઇઓ તરફ ઇશારો કરતા બહુમતથી કેમ ભાજપ દુર રહ્યો તેના કારણો જણાવવામાં આવ્યા છે. મુખપત્રમાં જણાવવામાં આવ્યું છે કે હરિયાણાની ખટ્ટર સરકારના સાત મંત્રીઓનું હારી જવુ એ જણાવે છે કે પહેલી વખત સરકાર ચલાવવામાં તેમની અનુભવહીનતા આડે આવી છે. મંત્રીઓ જનતાના મૂડને સમજવાને બદલે આદર્શવાદી કાર્યો કરતા રહ્યા જે જનતાના ભવિષ્ય માટે તો સારા હતા પણ જનતાને તેનાથી વર્તમાનમાં કોઇ રાહત નહોતી મળી રહી. 

લેખમાં ટીકીટોના વિતરણને લઇને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. લેખમાં ઇશારો કરવામા આવ્યો છે કે ભાજપના નેતાઓ ટિકીટ ન મળતા બળવાખોર થઇને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જેમાંથી પાંચ જીતી ગયા હતા. પાંચજન્યએ ભાજપના અતિ આત્મવિશ્વાસને પણ નબળા પરીણામોનું એક કારણ ગણાવ્યું હતું. લેખમાં કહેવામાં આવ્યું છે કે નીતિ શિક્ષણ કહે છે કે પ્રતિદ્વંદીને ક્યારેય નબળો ન સમજવો જોઇએ. જોકે અંતીમ સમયે અતિ આત્મવિશ્વાસને કારણે ચુક થઇ ગઇ છે.

લેખમાં કોંગ્રેસના નેતા ભુપેન્દ્રસિંહ હુડ્ડાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ દ્વારા રાષ્ટ્રવાદના મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા હતા પણ કોંગ્રેસના નેતા હુડ્ડાએ પણ રાષ્ટ્રવાદ અંગે જ લોકોને પોતાની વાતો કરી હતી. આમ કરીને પણ તે પોતાના પક્ષમાં બચાવ કરવામાં કે વધુ બેઠકો મેળવવામાં સફળ રહ્યા હતા.

READ ALSO

Related posts

Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના

HARSHAD PATEL

BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ

pratikshah

રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું, આગામી 22થી 26 દરમિયાન માવઠાની આગાહી

pratikshah
GSTV