GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

રાહુલે મોદીના વિજયરથની કાઢી હવા : સોનિયા સાથે મીટિંગ કરી, કરશે મોટા ખુલાસા

‘કૉંગ્રેસમુક્ત’ ભારતનું સૂત્ર આપનાર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની આ વિજયી જોડી છેલ્લાં સાડા ચાર વર્ષમાં કૉંગ્રેસને એક પછી એક રાજ્યમાં બેદખલ કરતી આવી હતી. જો કે હવે આ વિજયરથને રાહુલે બ્રેક લગાવી છે. કૉંગ્રેસમાં સંજીવની ફૂંકવાની કોશિષોમાં લાગેલી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી માટે લોકસભા ચૂંટણી પહેલાં મળેલી આ મોટી જીત છે. આ સંયોગ જ છે કે રાહુલ ગાંધીએ કૉંગ્રેસની કમાન સંભાળી તેના બરાબર એક વર્ષ બાદ પાર્ટીને આ જીત મળી છે.
રાહુલ ગાંધીએ આજના દિવસે જ 11 ડિસેમ્બર 2018ના રોજ પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા.  અાજે તેઓએ સોનિયા ગાંધી સાથે અગત્યની મીટિંગ કરી છે. હવે રાહુલ પ્રેસ કોન્ફરન્સને સંબોધી શકે છે.

સોનિયા સાથે મીટીંગ કરી

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીનાં રૂઝાનોમાં કૉંગ્રેસનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉંગ્રેસે એકલા હાથે બહુમત મેળવ્યો છે, જ્યારે મધ્યપ્રદેશમાં રસાકસી છે. આ દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે બપોરે સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. માનવામાં આવે છે કે રાહુલ અને સોનિયા સાથે મળીને સાંજ સુધી પ્રેસ કૉન્ફરન્સ કરશે.

રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર બનાવશે

અત્યાર સુધીનાં રૂઝાનો પર નજર નાંખીએ તો મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ 109, બીજેપી 111, બીએસપી 4 અને અન્ય 6 સીટો પર આગળ ચાલી રહ્યા છે. આ દરમિયાન સપા અને બસપાએ કૉંગ્રેસને સમર્થન આપવાનું શરૂ કરી દીધું છે. અહીં બહુમત માટે 116 ધારાસભ્યોનું સમર્થન જોઇએ. રાજસ્થાનમાં બીજેપી 74, કૉંગ્રેસ 101 અને અન્ય 24 પર આગળ ચાલી રહ્યા છે. અહીં બહુમત માટે 100 સીટોની જરૂર. છત્તીસગઢમાં કૉંગ્રેસે એકલા હાથે સત્તા પર કબજો મેળવી રહી છે. અહીં કૉંગ્રેસને 65, બીજેપીને 18 અને અજિત જોગીની પાર્ટીને 6 અને અન્યને 1 સીટ જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીનાં અધ્યક્ષ બન્યા બાદ આ પ્રથમ આટલી મોટી ચૂંટણી છે જેમાં કૉંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું છે.

ભાજપ પાસેથી છત્તીસગઢનો ગઢ છીનવી લેવાયો 

છત્તીસગઢમાં રમનસિંહના નેતૃત્વમાં છેલ્લાં 15 વર્ષથી ચાલી આવી રહેલ ભગવા રાજ ખત્મ થઇ ગયું છે. મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ અને ભાજપમાં કાંટાની ટક્કર ચાલી રહી છે. રૂઝાનોના મતે રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ વખતે ભાજપને રાજ્યમાં કૉંગ્રેસના હાથોથી પછડાટ મળી છે.

Related posts

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6.50 લાખ, 46 હજારથી વધુ લોકોના થયા મોત

Karan

સુરેન્દ્રનગરમાં ખેડૂત એકતા મંચે પાક વીમા મુદ્દે કર્યો નવતર વિરોધ, ભગવાનને કરી પ્રાર્થના

Mansi Patel

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 50 હજાર ટેસ્ટિંગ, અત્યાર સુધી ટેસ્ટિંગની સંખ્યા 11 લાખને પાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!