GSTV

Assembly Election 2021 / આસામમાં બીજેપીની રિએન્ટ્રી, કેરલમાં LDFનો કમાલ તો પુડુચેરીમાં NDAનો વિજયોત્સવ

Last Updated on May 3, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં ગત રોજ રવિવારના દિવસે 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Assembly Election Result 2021) આવી ગયા છે. જેમાં આસામ, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, કેરલ અને પુડુચેરીમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરાઇ હતી કે જેના સાંજ સુધીમાં પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં આસામમાં બીજેપીની રિએન્ટ્રી, કેરલમાં LDFનો કમાલ તો પુડુચેરીમાં NDAનો વિજયોત્સવ તો પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ સત્તામાં વાપસી કરતા મમતા દીદીએ જોરદાર ડંકો વગાડ્યો છે.

આસામમાં કોંગ્રેસનો જાદુ ના ચાલ્યો, ફરી ભાજપની થઇ વાપસી

મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે માજુલી મત વિસ્તાર જીત્યો, જ્યારે સ્વાસ્થ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક લાખથી વધુ મતોના અંતરે જલકુબરી સીટ હાંસેલ કરી. સરમાએ કહ્યું કે આગામી મુખ્યમંત્રી પર નિર્ણય ભાજપ સંસદીય બોર્ડ દ્વારા લેવામાં આવશે. જેલમાં કેદ કાર્યકર્તા અખિલ ગોગોઇએ પણ સિબસાગર સીટ પરથી જીત હાંસેલ કરી છે. પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરતાં કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ હાર સ્વીકારી અને વચન આપ્યું કે પાર્ટી રાજ્યમાં એક પ્રભાવિ વિપક્ષની ભૂમિકા નિભાવતી રહેશે.

જો કે ભાજપે ભલે જીત હાંસેલ કરી છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે સોનોવાલ મુખ્યમંત્રી રૂપે યથાવત રહેશે કે નહીં. આગામી મુખ્યમંત્રી વિશે બોલતા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, એક ધારાસભય દળના નેતાની પસંદ કંઇક એવી હોય છે જે લોલકાંત્રિક માધ્યમોથી નક્કી થાય છે. એકવાર જ્યારે પરિણામ જાહેર થઇ જાય છે અને વિધાનસભાની રચના થઇ જાય છે, તો એક યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

હિમંત બિસ્વા સરમા, જે કોંગ્રેસમાં સામેલ થયા બાદ 2015માં ભાજપમાં પ્રમુખતાથી ઉભરી આવ્યા. તેઓ પ્રતિષ્ઠિત પદના દાવેદારોમાંથી એક છે. તેમણે આસામના પૂર્વોત્તરના અન્ય રાજ્યોની જેમ ભાજપના પદચિહ્નોના વિસ્તારમાં મહત્વની ભૂમિકા ભજવી. 2016ની ચૂંટણીમાં, ભાજપ અને તેમના સહયોગીઓએ તરૂણ ગોગોઇના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને 126માંથી 86 સીટો પર જીત નોંધાવી. જેણે રાજ્યમાં 15 વર્ષો સુધી શાસન કર્યુ.

કેરળમાં પિનરઇ વિજયનની LDFને 99 સીટો પર મળી જીત, બીજેપીના સૂપડા સાફ

એક ઐતિહાસિક જીતમાં, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (એમ)ના નેતૃત્વ વાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટે (એલડીએફ) વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ વાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફંટ (યૂડીએફ)ની 41 સીટોના મુકાબલે 99 સીટો જીતીને કેરળમાં સત્તા યથાવત રાખી. 140 સભ્યોની કેરળ વિધાનસભામાં, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતૃત્વવાળી એનડીએ 2016માં તિરુવનંતપુરમમાં નેમોમની એકમાત્ર સીટ પર કબજો કરવામાં નિષ્ફળ રહી અને આ વખતે ઝીરોથી આગળ ન વધી શકી.

એલડીએફમાં સીપીઆઇ(એમ)એ 68 સીટો પર જીત હાંસેલ કરી, જેમાં પાર્ટી સમર્થિત અપક્ષ ઉમેદવાર પણ સામેલ હતા. તેના ગઠબંધન સીપીઆઇએ 17 સીટો જીતી જ્યારે નવી જ પ્રવેશેલી કેરેલા કોંગ્રેસે (એમ) 12 સીટો પર ચૂંટણી લડી હતી જેમાંથી તે 5 સીટો જીતવામાં સફળ રહી હતી. જનતા દળ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી બંનેએ એક-એક સીટ જીતી જ્યારે લોકતાંત્રિક જનતા દળે 3 સીટો પર ચૂંટણી લડી હતી જેમાંથી એક પર વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત ઇન્ડિયન નેશનલ લીગ અને કોંગ્રેસે પણ એક-એક સીટ પર જીત મેળવી હતી.

This image has an empty alt attribute; its file name is Kerala-Election-Latest-News-1024x683.jpg

મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે જે 91 સીટો પર ચૂંટણી લડી તેમાંથી ફક્ત 21 સીટો જીતવામાં સફળ રહી. યુડીએફ પાર્ટનર ઇન્ડિયન યુનિયન મુસ્કિલ લીગે પણ નિરાશાજનક પ્રદર્શન કર્યુ, જેમાં તેણે 27 સીટોમાંથી 15 સીટો પર જીત નોંધાવી. જ્યારે કેરળ કોંગ્રેસે 2 સીટો જીતી, તો કેરળ કોંગ્રેસ (જેકબ), નેશનલ સેક્યુલર કોન્ફ્રેંસ અને રિવોલ્યુશનરી માર્ક્સવાદી પાર્ટી ઑફ ઇન્ડિયાએ એક-એક સીટ જીતી.

કેરળમાં ડાબેરી પાર્ટીએ ઇતિહાસ રચ્યો છે, 40 વર્ષની પરંપરા આ વખતે તુટી છે, છેલ્લા ચાર દશકામાં સત્તાધારી પાર્ટી ક્યારેય બીજી વખત ચુંટણી જીતી શકી નથી, આ વખતે ડાબેરી ગઠબંધન (LDF)એ સરકાર રચીને ચમત્કાર કરી બતાવ્યો છે, કેરળમાં છેલ્લે 1980માં થયેલી વિધાન સભા ચુટણીમાં કેરળમાં શાસક પક્ષને હારનો સામનો કરવો પડતો હતો અને વિપક્ષ પાંચ વર્ષ પછી સત્તામાં પરત ફરતો રહ્યો છે.

પુડુચેરીમાં AINRC અને BJP સાથેના ગઠબંધનને બહુમત

પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે રવિવારે મતગણતરી થઇ હતી. તમામ સીટો પર 6 તારીખે ચૂંટણી યોજાઈ હતી. પુડુચેરીમાં લગભગ 82% એટલે કુલ 10.04 લાખ વોટ નાખવામાં આવ્યાં હતાં.

ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ(AINRC) અને BJP સાથે મળીને પુડુચેરીમાં બહુમત મેળવી છે. પુડુચેરીની 30 સીટમાંથી 16 સીટો પર NDAની જીત થઇ છે. જયારે AINRCએ 30માંથી 19 ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતાં અને BJPએ પોતાના 9 ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતાં.

પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે રવિવારે મતગણતરી થઇ હતી. તમામ સીટો પર 6 તારીખે ચૂંટણી યોજાઈ હતી. પુડુચેરીમાં લગભગ 82% એટલે કુલ 10.04 લાખ વોટ નાખવામાં આવ્યા હતાં.

S.NoConstituencyWinning PartyWinning Candidate
    
1MannadipetAINRCT.P.R. Selvame
2ThirubuvanaiAINRCB. Kobiga
3OssuduCongressE. Theeppainthan
4MangalamAINRCS.V. Sugumaran
5VillianurCongressA. Namassivayam
6OzhukaraiAIADMKA. Anbalagan
7KadirkamamAINRCN.S.J. Jayabal
8Indira NagarAINRCN. Rangasamy
9ThattanchavadyAINRCAshok Anand
10Kamaraj NagarCongressVE. Vaithiilingam
11LawspetCongressV.P. Sivakolundhu
12KalapetCongressM.O.H.F. Shahjahan
13MuthialpetAIADMKManikandan
14Raj BhavanCongressLakshinarayanand
15OupalamAIADMKAnbalagan
16OrleampethDMKR. Siva
17NellithopeCongressA. Johnkumar
18MudaliarpetAIADMKA. Baskar
19AriankuppamCongressT. Djeamourthy
20ManavelyCongressAnantharaman
21EmbalamCongressCandassamy
22NettapakkamCongressVizeaveny
23BahourCongressDanavelou
24NedungaduAINRCChandirapriyanga
25ThirunallarCongressR. Kamalakkannan
26Karaikal NorthAINRCThirumurugan
27Karaikal SouthAIADMKK.A.U. Asana
28Neravy T R PattinamDMKA.Geetha
29MaheIndependentV. Ramachandran
30YanamCongressMalladi Krishna Rao

ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ (AINRC) અને BJP સાથે મળીને પુડુચેરીમાં બહુમત મેળવી છે. પુડુચેરીની 30 સીટ માંથી 16 સીટો પર NDAની જીત થઇ છે. જયારે AINRCએ 30માંથી 19 ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતાં અને BJPએ પોતાના 9 ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!